<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

થાઈલેન્ડમાં બોમ્બની ધમકીને પગલે એર ઇન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

ફુકેટથી દિલ્હી જતી ફ્લાઈટ AI 379 માં ૧૫૬ મુસાફરો સુરક્ષિત રીતે બહાર કઢાયા

 

 

ફુકેટ: થાઈલેન્ડના ફુકેટથી ભારતના પાટનગર નવી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં શુક્રવારે બોમ્બની ધમકી મળતા તેને ટાપુ પર જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. એરપોર્ટ ઓથોરિટીઝ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
એરપોર્ટ્સ ઑફ થાઈલેન્ડના એક અધિકારીએ જણાવ્યું કે, ફ્લાઈટ AI 379 માંથી ઈમરજન્સી પ્લાન મુજબ મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. ફ્લાઈટમાં કુલ ૧૫૬ મુસાફરો સવાર હતા અને બોમ્બની ધમકી વિમાનની અંદર જ મળી હતી, તેમ એક નિવેદનમાં જણાવાયું છે.
ફ્લાઇટ ટ્રેકર Flightradar24 મુજબ, વિમાને શુક્રવારે સવારે ૯:૩૦ વાગ્યે (૦૨૩૦ GMT) ફુકેટ એરપોર્ટ પરથી દિલ્હી માટે ઉડાન ભરી હતી, પરંતુ આંદામાન સમુદ્રની આસપાસ એક મોટો લૂપ લીધો અને થાઈ ટાપુ પર પાછું લેન્ડિંગ કર્યું હતું.
AOT (એરપોર્ટ્સ ઑફ થાઈલેન્ડ) દ્વારા બોમ્બની ધમકી અંગે વધુ વિગતો આપવામાં આવી નથી. હાલમાં સુરક્ષાકર્મીઓ દ્વારા તપાસ ચાલી રહી છે.

(11:57 AM IST)