News of Friday, 13th June 2025
વિજયભાઈની અંતિમ તસ્વીરનાં નામે પ્લેનનો વાયરલ ફોટો જૂનો :ફેક્ટ ચેકમાં થયો ખુલાસો
ફોટો 12 ઓક્ટોબર 2021નો :સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ ફોટો લગભગ 4 વર્ષ જૂનો છે:લીના ગોસ્વામી નામની મહિલાની ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના ખૂબ જ હ્રદયદ્રાવક ઘટના બની છે. આજે આખો દેશ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. જેમાં 200થી વધુ લોકોને પોતાનું જીવન ગુમાવવું પડ્યું છે. દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ ફ્લાઇટમાં હતા, જેમનું નિધન થયું છે. એવી જાણકારી મળી છે કે તેઓ પોતાની પત્ની અને પુત્રીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
આ દુર્ઘટનાની ખબર સાથે જ સોશિયલ મીડિયામાં એક ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં વિજયભાઈ રૂપાણી વિમાનની અંદર બેઠેલા જોવા મળે છે અને તેમની સાથે એક મહિલા પણ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને લઇ દાવો કરી રહ્યા છે કે આ વિજય રૂપાણીનો છેલ્લો ફોટો છે અને તે જ વિમાનમાં લેવામાં આવ્યો હતો જે ક્રેશ થયું છે.
પરંતુ ફેક્ટ ચેક ટીમે તપાસ શરૂ કરી અને સત્ય બહાર આવ્યું. તપાસમાં ખબર પડી કે આ ફોટો હાલમાં નહિ પણ 2021નો છે. માજિદ લધાણી, જે દમણ-દીવ ભાજપના મીડિયા ઇંચાર્જ છે, તેમણે સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી અને બતાવ્યું કે આ ફોટો જૂનો છે. તેમણે લીના ગોસ્વામી નામની મહિલાની ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું છે કે આ ફોટો 2021નો છે, જ્યારે તે અને વિજય રૂપાણી એક જ ફ્લાઇટમાં હતા
લીનાએ પોતાની પોસ્ટમાં ભૂલથી તારીખ 12 જૂન 2021 લખી હતી પરંતુ સાક્ષીઓ અને તેની સાથેના સ્ક્રીનશોટ મુજબ આ ફોટો 12 ઓક્ટોબર 2021નો છે. તેણે વોટ્સએપ પર પણ આ ફોટો તેના પુત્રને મોકલ્યો હતો અને સ્ક્રીનશોટમાં પણ એ જ તારીક દેખાય રહી છે. એટલે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ ફોટો તાજેતરો નહિ પણ લગભગ 4 વર્ષ જૂનો છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
