News of Friday, 13th June 2025
કાર્ગો મોટર્સના નંદા પરિવાર પણ એ જ પ્લેનમાં હતા
લંડનમાં મહિન્દ્રા ફોર વ્હીલર ડીલર નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા જઇ રહ્યા હતા : પ્રયેશ નંદા, પ્રમુખ નંદા, નેહા નંદાના દુઃખદ અવસાનથી પરિવારમાં શોક

(આલાપ ભરતભાઈ બારાઇ): ઓખાઃ ગુજરાતની સુપ્રસિદ્ધ ઓટોમોબાઈલ ડીલરશીપ નેટવર્ક કાર્ગો મોટર્સ ટાટા, ફોર્ડ નિશાન, કાર્ગો મોટર્સ-રાજકોટ, હુન્ડાઇ, કાવાસાકી, લેન્ડરોવર, જગુઆર, મહિન્દ્રાના ડીલર શ્રી પ્રયેશ નંદા, શ્રી પ્રમુખ નંદા તથા શ્રીમતી નેહા નંદા આજે દુર્ઘટનાગ્રસ્ત થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લંડન જવા રવાના થયા હતા.
તેઓ લંડનમાં યોજાનારી મહિન્દ્રા ૪ વ્હીલર ડીલર નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. નંદા પરિવારનો કારવેલ મહિન્દ્રા નામે વડોદરામાં ૪ વ્હીલર શોરૂમ પણ છે. આ વિમાન દુર્ઘટનામાં પ્રયેશ નંદા, પ્રમુખ નંદા અને નેહા નંદાના દુઃખદ અવસાન થયાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત અને સમગ્ર ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે આ એક ખુબ મોટી ખોટ છે. કાર્ગો મોટર્સ અને કારવેલ મહિન્દ્રા દ્વારા નંદા પરિવારે ઉદ્યોગક્ષેત્રમાં જે યોગદાન આપ્યું છે તે સદાય યાદ રહેશે. સંપૂર્ણ નંદા પરિવાર અને તેમની ટીમ માટે આ ક્ષણે શોક અને સંવેદનાનું વાતાવરણ છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
