તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 13th June 2025
અમદાવાદ પ્લેન ક્રેશ:અત્યાર સુધીમાં 5 મૃતદેહોની ઓળખ થઈ ગઈ: પરિવારજનોને સોંપી દેવાયા
ઓળખાયેલા મૃતદેહોમાં રાજસ્થાનના 2, ગુજરાતના ભાવનગર જિલ્લાના 2 અને મધ્યપ્રદેશનો 1નો સમાવેશ

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ગઈકાલથી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં 70 થી 80 ડોક્ટરો તૈનાત હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 5 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. આ મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. ઓળખાયેલા મૃતદેહોમાં રાજસ્થાનના 2, ગુજરાતના ભાવનગર જિલ્લાના 2 અને મધ્યપ્રદેશનો 1નો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા 5 મૃતદેહોને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવવામાં આવ્યા હતા. પોસ્ટ મોર્ટમ રૂમમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત 70 થી 80 ડોક્ટર્સ ગઈકાલથી ખડે પડે કાર્ય કરી રહ્યા છે.
આ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહમાં 2 રાજસ્થાન, 2 ભાવનગર અને 1 મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે. પોસ્ટ મોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ-તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
