<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુરના દંપતીનું મોત : પુત્રવધુના શ્રીમંત પ્રસંગે લંડન જવાના હતા

દંપતીનો સંપર્ક ન થયા તેમજ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર મુસાફરોની યાદીમાં આ દંપતીના નામ સામેલ હોય તેમના પાડોશીઓ ચિંતિત બન્યા

અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ગોઝારી ઘટનામાં અનેક નિદીષ જીંદગીઓના મોત નીપજ્યા છે. આ પ્લેનમાં પાલનપુરનું એક દંપતી પણ સવાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં લંડન ખાતે રહેતા પુત્રને ત્યાં તેની પત્નીનો શ્રીમંતનો પ્રસંગ હોવાથી આ દંપતી પાલનપુરથી વહેલી સવારે અમદાવાદ જવા નીકળ્યા હતા અને પ્લેન ક્રેશ થયા બાદ તેમનો સંપર્ક તુટી જતા તેમના પાડોશીઓ ચિંતિત બન્યા છે.

પાલનપુરમાં લક્ષ્મણ ટેકરી વિસ્તારમા છેલ્લા 40 વર્ષથી રહેતા અને એલઆઇસી તેમજ પોસ્ટનું કામકાજ કરતા રમેશભાઈ ઠાકોર અને તેમના પત્ની લાભુબેન ઠક્કર નો પુત્ર તેની પત્ની સાથે લંડન રહેતો હોવાથી અને તેમની પુત્રવધૂનો લંડનમાં શ્રીમંતનો પ્રસંગ હોવાથી આ દંપતી લંડન જવા માટે ગુરુવારે સવારે અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દંપતીની ટિકિટ AI171 ઇન્ડિયન એરલાઇન્સની હતી.

જોકે આ વિમાન ઉડાન ભર્યા બાદ અચાનક તૂટી પડતા વિસ્ફોટ થયો હતો અને આગ ભભુકી ઉઠી હતી. જેમાં અનેક મુસાફરોમાં મોત નીપજ્યા હતા. જોકે આ પ્લેન ક્રેશ થયા બાદ લંડન જવા નીકળેલ આ દંપતીનો સંપર્ક ન થયા તેમજ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર મુસાફરોની યાદીમાં આ દંપતીના નામ સામેલ હોય તેમના પાડોશીઓ ચિંતિત બન્યા છે.

(1:36 PM IST)