News of Friday, 13th June 2025
બાયડના કૈલાશબેનની આંખોમાં લંડનમાં બેઠેલા દીકરાને મળવાનો હરખ હતો :વિમાનમાં બેઠા પછી યમરાજનું તેડું
કૈલાસબેન ધીરુભાઈ પટેલના ત્રણ દીકરા હતા અને જેમાંથી એક પુત્ર જીતેન્દ્ર યુકેના લિસ્ટરમાં રહેતો હતો અને તેને મળવા માટે તેઓ યુકે જઈ રહ્યા હતા.

અમદાવાદઃ મેઘાણીનગરમાં વિમાન તૂટી પડવાની જે ઘટના બની તેમાં ઘણી જિંદગીઓ હોમાઈ ગઈ છે. જેમાંથી એક પાલનપુરના બાયડના કૈલાસબેનનો પણ સમાવેશ થાય છે. બાયડમાં ભક્તિના કાર્યક્રમોમાં અચૂક હાજર રહેતા કૈલાસબેન તેમના દીકરાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા પરંતુ તેઓ દીકરાને મળે તે પહેલા જ યમરાજ બનીને આવેલું વિમાને તેમના પ્રાણ લઈ લીધા છે. રિપોર્ટ્સ મુજબ બાયડમાં રહેતા કૈલાસબેન ધીરુભાઈ પટેલના ત્રણ દીકરા હતા અને જેમાંતી એક પુત્ર જીતેન્દ્ર યુકેના લિસ્ટરમાં રહેતો હતો અને તેને મળવા માટે તેઓ યુકે જઈ રહ્યા હતા.
પ્રભૂ ભક્તિમાં રસ ધરાવતા કૈલાસબેનના ત્રણ પુત્રો છે જેમાં ચેતનભાઈ પટેલ કે જેઓ શિક્ષક છે, અન્ય પૂત્ર જીજ્ઞેશ બાયડમાં રહે છે અને તેમનો એક પુત્ર જીતેન્દ્ર કે જેને મળવા માટે કૈલાસબેન લિસ્ટર જઈ રહ્યા હતા. પરંતુ વિમાન ક્રેશ થતાં તેમનું પણ મોત થઈ ગયું છે. ફોન પર વાત થતી હશે પરંતુ કૈલાશબેનને દીકરાને મળવાની ખુશી હતી તેમના મનમાં દીકરાને કહેવા માટે ઘણી વાતો પણ હશે. પણ આ બધી વાતો જાણે એક ક્ષણમાં ભસ્મ થઈ ગઈ હોય તેવો આઘાત પરિવારને લાગ્યો છે.
એક તરફ દીકરો માતાના સ્વાગતની તથા તેમને યુકે બતાવવાની તૈયારી કરી રહ્યો હશે પરંતુ તે માને મળે તે પહેલા જ દીકરાના બધા સપના તૂટી ગયા હતા. ગુરુવારે 12 જૂનના બપોરના 1.38 વાગ્યે ફ્લાઈટ લંડન જવા ઉપડી ત્યારે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેમની સફર શરુ થતાં પહેલા જ તેનો અંત આવી જશે.
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સિવાય જ્યાં વિમાનનો કાટમાળ પડ્યો તેનાથી પણ ઘણાંના મોત થયા હતા. આમ કુલ મૃત્યુઆંક 268 પર પહોંચી ગયો છે. આ ઘટનાની વિગતે તપાસ બાદ વિમાન દુર્ઘટનાનું કારણ સામે આવશે
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
