<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

પાકિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા : સતત બીજા દિવસે ધરતી ધ્રુજી : ભયનો માહોલ

ગુરુવારે રાત્રે ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ : કેન્દ્રબિંદુ ૧૦ કિલોમીટર ઊંડું : કોઈ જાનહાનિના અહેવાલ નથી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગુરુવારે રાત્રે ૮ વાગીને ૨ મિનિટે ભૂકંપના ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા હતા, જ્યારે બુધવારે પણ પેશાવરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગુરુવારે આવેલા ભૂકંપની તીવ્રતા ૪.૬ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ પ્રમાણમાં ઓછી તીવ્રતાનો ભૂકંપ હતો, જેના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ સામાન્ય છે અને કોઈ મોટા નુકસાનની જાણ નથી. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી.

(2:44 PM IST)