News of Friday, 13th June 2025
આધુનિક રાજકોટના શિલ્પી વિજય ભાઈ રૂપાણી
‘‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ'' મંત્રને પોતાના જીવનમાં ખરેખર ઉતારી લીધેલ હતો : જૈન સમાજના પનોતા પુત્રરત્ન ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની જીવન ઝાંખીઃ કાર્યકરોના નાડનો ધબકાર એટલે વિજયભાઈ રૂપાણી

આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીની ઝળહળતી અને ઝગમગતી કારકિર્દીનો પ્રોગ્રેસ ચાર્ટ દેશભક્તિના રંગે રંગાયેલા ૨,ઓગસ્ટ૧૯૫૬ બરમૉ(હાલના મ્યાનમાર) યાગોન શેર ખાતે જૈન પરિવારમાં જન્મેલા વિજયભાઈ રૂપાણી સાત ભાઈઓમાં સૌથી નાના હતા. બાલ્યકાળથી જ તેઓ જાહેર જીવનમાં આવી નવનિર્માણ ની નેતાગીરી થી શરૂ કરી મીશા હેઠળ જેલવાસ પણ ભોગવી હતો
વિરાણી હાઇસ્કુલ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે અભ્યાસ કરેલ હતો અને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાણા હતા અને પરિવાર ક્ષેત્રમાં હંમેશા સક્રિય રહ્યા હતા નમસ્તે સદા વસ્તલે માતૃભૂમિ જીવનમાં ઉતારી લીધેલ હતું
૧૯૭૮ માં સંઘના પ્રચારક તરીકે અમદાવાદ ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ પોતાના પરિવાર ઘીકટા રોડ આવેલી પેઢીમાં કામ કરતા કરતા જાહેર જીવનમાં જોડાણા હતા
કોર્પોરેટર, સ્ટેન્ડીંગ ચેરમેન, મેયર,ગુજરાત સરકાર અમલીકરણ સમિતિના ચેરમેન,,ગુજરાત ટુરિઝમ બોર્ડના ચેરમેન,રાજ્ય સભાના સદ્દસ્ય,ગુજરાત મ્યુનિસિપલ ફિનાન્સ બોર્ડના ચેરમેન,ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી,પ્રદેશ પ્રમુખ,પ્રવક્તા, રાજકોટના લોક પ્રહરી ધારાસભ્ય,મિનિસ્ટર અને ગુજરાતના લોક લાડીલા પૂર્વ મુખ્ય મંત્રી,ચંડીગઢ,દિલ્હી લોક સભાની ત્રણ સીટ તથા પંજાબ ભાજપના પ્રભારી....
મૂલ્યનિષ્ઠ રાજનીતિને વરેલા,
લોકશાહીને જીવંત રાખવા કટોકટી સમયે બાર - બાર મહિના જેલવાસ ભોગવેલો...
પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના માધ્યમથી કચરો વીણતાં બાળકોના કલ્યાણમાં પણ નિમિત્ત બને છે....
એકદમ સીધા સાદા,નિરભિમાની, નિઃસ્વાર્થ,મૂલ્ય નિષ્ઠ રાજનીતિને વરેલા...
વ્યક્તિ સે બડા દલ,
દલ સે બડા દેશ....
આ ઉકિત વારંવાર ઉચ્ચારતા...
જી હા,જૈન સમાજના પનોતા પુત્ર રત્ન ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીની જ વાત થાય છે.
સૌરાષ્ટ્રના ચણાકા ગામના -માણિક અને પ્રેમાળ એવા ખમીરવંત પિતા રમણીકભાઈ અને ધર્મ વત્સલા માતા મૈયાબા રૂપાણી પરિવારના ખાનદાન કુટુંબમાં રંગૂન બર્માની ભૂમિ ઉપર તા.૨/૮/૧૯૫૬ માં એક બાળકનું અવતરણ થયું. સાત ભાઈઓ અને ચાર બહેનોમાં સૌથી લાડીલા એવા આ બાળકનું નામ રાખવામાં આવ્યું વિજય.
પ્રાથમિક શિક્ષણ રાજકોટની પ્રધ્યુમનસિંહજી શાળામાં, માધ્યમિક અભ્યાસ વિરાણી સ્કૂલમાં મેળવ્યો.નેતાગીરિના ગુણ તેઓમાં બાળપણથી દ્દશ્યમાન થવા લાગેલ. મિત્રો સાથે કોઈપણ રમત રમવાની વાત હોય કે કોઈ પણ કાર્યક્રમ સૌથી આગળ વિજય હોય.ગ્રેજ્યુએશન રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં કર્યું. આ જ કોલેજમાં તેઓ જનરલ સેક્રેટરી ( G S ) બન્યાં. બસ,તે દિવસોથી લઈ આજ સુધી તેઓનો કરિયર ગ્રાફ આકાશને આંબતો ઉંચેને ઉંચે જતો જોવા મળ્યો.
B. A. LLB સુધીનો તેઓએ અભ્યાસ કર્યો.અભ્યાસ સાથે મહાપુરુષોના જીવન ચરિત્રોનું વાંચન કરતાં.
૧૯૭૬ માં વિજયભાઈના જીવનમાં ર્ટનિંગ પોઈંટ આવ્યો.તે સમયના વડાપ્રધાન શ્રીમતિ ઈન્દિરા ગાંધી દ્રારા દેશમાં કટોકટી લાદવામાં આવી.યુવાનીના ઉંબરે પગ મૂકેલા વિજય ને થયું કે...લોકો દ્રારા, લોકો માટે, લોકો થકી ચાલતી શું આ લોકશાહી છે ?
તેઓએ મનમાં ગાંઠ વાળી કે આ દેશ માટે મારે કાંઈક કરવું છે.
લોકશાહીને બચાવવા તેઓ રાજકોટની શેરી અને રસ્તા ઉપર લોકોને જગાડવા ઉતરી આવ્યાં. વજુભાઈ વાળા,સ્વ.અરવિંદભાઈ મણિયાર,, શ્રી ચીમનભાઈ શુકલ, શ્રી પ્રવીણ કાકા,જયોતિન્દ્રભાઈ મહેતા ( મામા ),વડીલ બંધુ પ્રવિણભાઈ રૂપાણી વગેરે અનેક સનિષ્ઠ કાર્યકરો સાથે વિજયભાઈ રૂપાણીની પણ ધરપકડ થઈ. એક - બે નહીં પરંતુ બાર - બાર મહિના કારાવાસ ભોગવ્યો. એ દિવસોનું સ્મરણ કરતાં વિજયભાઈ કહે છે કે જેલમાં સાથે રહેલા વડીલો પાસે જીવનનો બોધપાઠ શીખવા મળ્યો.
૧૯૮૭ માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં લોકોની લાગણીને માન આપી કારકિર્દીની સૌ પ્રથમ ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી વિજયી પણ થયા.સતત બે ટમૅ સુધી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બન્યાં. રાજકોટના પ્રથમ નાગરીક એટલે કે મેયર પદે આરુઢ થઈ શહેરના વિકાસમાં મહત્તમ યોગદાન આપ્યું. તેઓ કહેતા કે સરકારમાંથી ગ્રાન્ટ મેળવવા સરળતા રહે તે માટે કો - ઓર્ડીનેશન હોવું જોઈએ. તેઓ ગુજરાત ફિનાન્સ બોડૅના ચેરમેન થયા.ગુજરાતની દરેક મહાનગર પાલિકાઓના સર્વાંગી વિકાસમાં નિમિત્ત બન્યાં.
વડાપ્રધાન મોદી સાહેબ વારંવાર કહે છે કે ટેરેરીઝમ નહીં ટુરીઝમ વધારો.વિજયભાઈએ ગુજરાત ટુરીઝમના ચેરમેન પદે કાબિલેતારીફ કામગીરી કરી વિશ્વના અનેક પયૅટકોને ગુજરાતમાં બોલાવી આન,બાન,શાનના દર્શન કરાવેલ.
કોઠાસૂઝ અને કઠોર પરિશ્રમથી વિજયભાઈ દાખલારૂપ નોંધપાત્ર પ્રગતિ કરતાં ગયાં.
૨૦૦૬ થી ૨૦૧૨ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય બની ઉપલી સભા સંસદમાં ગુજરાતના પ્રાણ પ્રશ્ર્નોને વાચા આપી અનેક પ્રશ્ર્નો હલ કર્યા.
ગુજરાત સરકારમાં સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના ચેરમેન પદે અનેક પ્રકલ્પો સફળતાપૂર્વક સાકાર કર્યા. વિજયભાઈ સંગઠનના રાજા કહેવાય છે.
અનુભવી રાજકારણીઓ કહે છે કે સંગઠન એ સૌથી અઘરો વિષય ! અઘરા વિષયને ગુજરાત -દેશ ભાજપના મહા મંત્રી અને -દેશ અધ્યક્ષ પદે આરૂઢ થઈ સહેલાઈથી
સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને ચરિતાર્થ કર્યુ
તેઓ પક્ષના પ્રદેશ પ્રવક્તા પદે બેનમૂન કામગીરી કરી. ગઢડા હોય કે ગાંધીનગર, જુનાગઢ હોય કે જેતપુર દરેક કાયૅકરોને અને જાહેર જીવનના અગ્રણીઓને નામથી ઓળખે. ગુજરાતના તમામ જીલ્લા, શહેરો,તાલુકા, ગામડાઓ ઉપર તેમની નજર.કોઈપણ ખૂણે બનેલા રાજકીય બનાવ ઉપર હોય.દરેક બાબતોનું ચિંતન, મંથન કરે,એટલે જ કહેવાય છે કે કાર્યકરોના નાડનો ધબકાર એટલે વિજયભાઈ રૂપાણી.
સમગ્ર ભારતભરમાં એક માત્ર એવી એક સંસ્થા છે કે જે સમાજના છેવાડાના, કચરો વીણતા બાળકો,ઝૂપડપટીના લોકોનું કેમ કલ્યાણ થાય .આવા લોકોનું ઉત્થાન અને ઉત્કર્ષ થાય તેવી સદ્દ પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે
પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આ સેવાભાવી ટ્રસ્ટના વિજયભાઈ સ્થાપક ચેરમેન છે.ટ્રસ્ટના માધ્યમથી અનેક સેવાકાર્યો થઈ રહ્યાં છે.કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ તેની પત્નીનો નોંધપાત્ર સહકાર હોય છે.વિજયભાઈના ધર્મ પત્ની અંજલીબેન પણ ધાર્મિક, સામાજીક, સેવાકીય ,રાજકીય દરેક કાર્યમાં સરાહનીય સહયોગ પ્રદાન કરે છે.
૨૦૧૪ માં માનનીય શ્રી વજુભાઈ વાળાની કર્ણાટક રાજ્યના ગવૅનર પદે નિમણૂંક થવાથી રાજકોટ (૨) વિધાનસભાની સીટ ખાલી થઈ. પક્ષના આદેશને શિરોધાયૅ કરી પ્રતિષ્ઠાભર્યા જંગમાં વિજયભાઈએ ઝંપલાવ્યું. ચૂંટણી સભાઓમાં વિજયભાઈ કહેતા કે જયાંથી આદરણીય અરવિંદભાઈ મણિયાર,વજુભાઈ વાળા,,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લડ્યા હોય એ જ વિધાન સભા સીટનુ પ્રતિનિધિત્વ કરવાનો સુઅવસર આવે એ મારા માટે ગવૅ અને ગૌરવની ક્ષણ છે. બબ્બે વખત વિજયભાઈ આ સીટ ઉપરથી વિશાળ મતોથી વિજયી થયા અને ગુજરાતના મુખ્ય મંત્રી પદે આરૂઢ થઈ શ્રેષ્ઠ અને બેસ્ટ કામગીરી કરેલ.
વિજયભાઈ કહે છે કે સફળતા કયારેય એકાએક મળતી નથી.એની પાછળ વર્ષોની મહેનત અને જહેમત ધરબાયેલી હોય છે. નિષ્ઠાપૂર્વક જવાબદારી વહન કરો એટલે નામ તો આપોઆપ પાછળ દોડતું આવશે. ૬૮ વર્ષની ઉંમર અને ૪૫ વર્ષના જાહેર જીવનના કાર્યકાળ દરમ્યાન તેઓએ પ્રગતિ કરી દરેક ક્ષેત્રે ડંકો વગાડ્યો છે.
કતૃત્વ,મૂલ્ય નિષ્ઠ સિધ્ધાંતો તેમજ પોતાની આગવી કોઠાસૂઝના ત્રિવેણી સંગમ એટલે આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી..
આધુનિક રાજકોટના શિલ્પી એટલે વિજયભાઈ રૂપાણી આજી રીવર ફ્રન્ટ, તેમના , લોક વિજ્ઞાન કેન્દ્ર, ચાર શોપિંગ સેન્ટર,, માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ,રેસકોર્સ ખાતે,ખીરસરા જીઆઇડીસી, ઇનડોર સ્ટેડિયમરાજકોટ અમદાવાદ વચ્ચે સિક્સ લેન્ડ રોડ વગેરે અનેક આધુનિક -ોજેક્ટો નિર્માણ કરી રાજકોટના આધુનિક શિલ્પી રહ્યા હતા,
૧૯૭૫ માં જયપ્રકાશ નારાયણ ની સભા બાદ પોતે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી ભ્રષ્ટ સરકાર સામે ચાલતી લડત અને નવનિર્માણ આંદોલનમાં જયપ્રકાશ નારાયણની સભા રાજકોટમાં બોલાવેલ તેમાં શાસ્ત્રી મેદાન ખાતે ૧,૦૦,૦૦૦ ની મેચની એકત્ર થઈ હતી આ સભાના આ સભાના આયોજનની ભૂમિકા તેમની રહી હતી ત્યારથી તેઓ વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને પોતાની જનશક્તિનો પરચો દેખાઈ રહ્યો હતો.
તેમની એક વિશેષતા એ રહી હતી સત્તા સંગઠન બંનેમાં ટોચના હોદ્દા ઉપર રહ્યા છતાં લોકો સાથે તેની આત્મિતાનો નાતો અકબંધ રહ્યો હતો. તેઓએ જ્યાં માનવી ત્યાં સુવિધા, વિવાદ નહીં સંવાદ , લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ,આ આમ પોતાના કાર્યોમાં સાર્થક કરેલા હતા. ખરેખર રાજકોટના આધુનિક શિલ્પી આર્કિટેક એટલે વિજય રૂપાણી
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
