<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

વિજયભાઈ સાથેના અવિસ્મરણીય સંભારણા

શ્રી વિજયભાઈ સાથે અકિલા પરિવારનો ૪ દાયકાનો અતૂટ સંબંધ આજીવન રહ્યો છે. વિજયભાઈની કારકિર્દીના પ્રારંભથી ટોચ ઉપર પહોંચ્‍યા ત્‍યાં સુધી સંબંધનો નાતો અતૂટ રહ્યો છે. અકિલા કાર્યાલયે આવ્‍યા હોય, નિવાસસ્‍થાને આવ્‍યા હોય કે ગાંધીનગર ખાતે ‘સીએમ ડેસ્‍ક' જોવાના પ્રસંગે મળવાનુ થયુ હોય તેમનો સ્‍નેહ અવિરત એકસમાન રહ્યો હતો. તેમની અચાનક વિદાયથી સમગ્ર અકિલા પરિવાર સ્‍તબ્‍ધ બની ગયો છે. ઈશ્વર તેમના આત્‍માને શાશ્વત પોતાનામાં સમાવી લ્‍યે એ જ પ્રાર્થના. તસ્‍વીરોમાં સ્‍વ. સાંસદ અભયભાઈ ભારદ્વાજ, વિજયભાઈ, નીતિન ભારદ્વાજ, મનીષ રાડીયા, ધનસુખ ભંડેરી, દિનેશ કારીયા, જેન્‍તીભાઈ કાલરીયા, અકિલાના અનિલ દાસાણી વિ. નજરે પડે છે. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ....

(3:12 PM IST)