<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

રાજકોટમાં વિકાસની હરણફાળ વિજયભાઇને આભારી

પૂર્વ મુખ્‍યમંત્રીના વિમાન ક્રેશની બનેલ દુર્ઘટનામાં થયેલ દુઃખદ અવસાન બદલ ઉંડા દુઃખની લાગણી વ્‍યકત કરતા મનપાના પદાધિકારીઓ : મુખ્‍યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્‍યાન ગુજરાત રાજયમાં અનેકવિધ પ્રોજેકટની સાથોસાથ રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ, એઇમ્‍સ હોસ્‍પિટલ, ઝનાના હોસ્‍પિટલ, બસ પોર્ટ, ફલાયઓવર બ્રિજ, આઇ-વે પ્રોજેકટ, સ્‍માર્ટ સિટી, સોૈની યોજના સહિત ભેટ આપેલ : વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકામાં ડ્રેનેજ કમિટીના ચેરમેન, સ્‍ટેન્‍ંિડગ કમિટીના ચેરમેન, મેયર સહિતના વિવિધ હોદાઓ પર જવાબદારી સંભાળેલ

રાજકોટ તા.૧૩: ગઇકાલે સદીની સૌથી મોટી બનેલ વિમાન ક્રેશ દુર્ધટનાથી સમગ્ર દેશ સહિત વિશ્વ આધાતમાં સરી પડેલ છે. અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઇન્‍ડીયાનું વિમાન ટેકઓફ કર્યાના માત્ર ગણતરીની મિનિટમાં ક્રેશ થયું. આ અકસ્‍માતમાં ૨૨૯ મુસાફરો અને ૧૨ ક્રુ મેમ્‍બર સહિત ૨૬૮ લોકોના મોત થયા. આ ઉપરાંત આ વિમાન અમદાવાદ એરપોર્ટની બહાર આવેલ મેઘાણીનગરમાં બી.જે. મેડિકલ કોલેજ હોસ્‍ટેલ પર પડયું તે સમયે હોસ્‍ટેલમાં હાજર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોના મોત થયા છે.

આ વિમાન ક્રેશની દુર્ધટનામાં ગુજરાત રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયેલ. વિજયભાઈ રૂપાણીએ બંધારણીય તથા ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર જવાબદારીઓ સંભાળેલ. વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર ભાજપમાં મહામંત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍ય, રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર, ડ્રેનેજ સમિતિ ચેરમેન, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન, મેયર તેમજ ત્‍યારબાદ પ્રદેશ ભાજપ મહામંત્રી, રાજ્‍ય સભા સાંસદ, ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડ ચેરમેન, રાજકોટ-૬૯ વિધાનસભા ધારાસભ્‍ય, ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ, ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી, પંજાબમાં ભાજપના પ્રભારી અને ભાજપની રાષ્‍ટ્રીય કારોબારીના સભ્‍ય સહિત અનેક હોદ્દાઓ પર જવાબદારી સંભાળેલ છે અને પોતાની સમગ્ર રાજકીય કારકિર્દી દરમ્‍યાન લોકસેવાના અને લોકોપયોગી અનેકવિધ કાર્યો થકી રાજકીય ક્ષેત્રે મુઠ્ઠી ઉચેરા માનવી તરીકેની લોકચાહના મેળવેલ.   

વિજયભાઈ રૂપાણીએ તેમના મુખ્‍યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્‍યાન ગુજરાત રાજ્‍યને અનેકવિધ પ્રોજેક્‍ટ્‍સની ભેટ આપેલ. જેમાં, રાજકોટને ઇન્‍ટરનેશનલ એરપોર્ટ, એઈમ્‍સ હોસ્‍પિટલ, ઝનાના હોસ્‍પિટલ, બસ પોર્ટ, ફ્‌લાયઓવર બ્રિજ, ટી.પી.સ્‍કીમ, સૌની યોજના મારફત નર્મદા ડેમનું પાણી, આઈ-વે પ્રોજેક્‍ટ, સ્‍માર્ટ સિટી, મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ, નવા ગ્રામ્‍ય વિસ્‍તારોનો સમાવેશ, અર્બન ફોરેસ્‍ટ-રામવન સહિત અનેકવિધ વિકાસલક્ષી પ્રોજેક્‍ટ્‍સની ભેટ આપેલ છે આ પ્રોજેક્‍ટ્‍સના કારણે રાજકોટ શહેરએ વિકાસની હરણફાળ ભરેલ છે. જેના માટે રાજકોટના શહેરીજનો શ્રી વિજયભાઈ રૂપાણીના કાયમને માટે ઋણી રહેશે.  

મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક શ્રી મનીષભાઈ રાડીયાએ એર ઇન્‍ડિયાના બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાન(ખ્‍ત્‍ ૧૭૧) ક્રેશની અતિ દુર્ભાગ્‍યપૂર્ણ દુઃખદ દુર્ધટનામાં ગુજરાત રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના પૂર્વ મેયર શ્રી વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાન સબબ સંવેદના અને ઊંડા દુઃખની લાગણી વ્‍યકત કરી, શ્રદ્ધાસુમન પાઠવે છે અને જણાવે છે કે, રાજકોટએ ભાજપના પાયાના પથ્‍થર, માર્ગદર્શક, વરિષ્ઠ રાજકીય આગેવાન અને સંગઠનના ચાણકય ગુમાવ્‍યા છે. પરમ કળપાળું પરમાત્‍મા તેમના આત્‍માને મોક્ષ ગતિ પ્રદાન કરે તેમજ તેમના પરિવારજનોને આ દુઃખદ આઘાત સહન કરવાની શક્‍તિ આપે તેવી પ્રાર્થના કરે છે.

(4:19 PM IST)