<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઘોડા કેમ્પ પાસે ચાની કિટલી ચલાવતી મહિલાની 14 વર્ષિય દિકરાનું મોત

મોટાભાઈએ રડતા રડતા કહ્યું - મારા ભાઈ સાથે મળવા દેતા નથી. મારે મારા ભાઈને મળવું છે. મમ્મીને સારું છે. મારા ભાઈને એકવાર જોવા દો

અમદાવાદમાં ગઈકાલે લંડન જતું એર ઈન્ડિયાનું પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. જેમાં પ્લેનમાં સવાર અને બિલ્ડિંગમાં હાજર ઉપરાંત આસપાસ રહેતાં લોકોનાં મોત થયા છે. જેમાં ઘોડા કેમ્પ પાસે ચાની કિટલી ચલાવતી મહિલાની 14 વર્ષિય દિકરાનું મોત થયું છે.

આ કરુણ ઘટના અંગે મૃતકના મોટા ભાઈ આકાશ નામના યુવકે રડતાં-રડતાં જણાવ્યું કે, મારી લારી SRP કેમ્પની બાજુમાં લારી હતી. મારા મોટા ભાઈનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી. મારી મમ્મી હોસ્પિટલમાં હતી મારો ભાઈને સીધા અંદર જ લઈ ગયા અમને જોવા પણ ના દીધો. મારી મમ્મી બચાવવા ગઈ અને મારી મમ્મી પણ આગની ઝપેટમાં આવતા દૂર જતી રહી અને મારો ભાઈ અંદર જતો રહ્યો. મારા ભાઈ સાથે મળવા દેતા નથી. મારે મારા ભાઈને મળવું છે. મમ્મીને સારું છે. મારા ભાઈને એકવાર જોવા દો…

(6:28 PM IST)