News of Friday, 13th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી: માર્યા ગયેલા ડોકટરો માટે વળતરની માંગ
સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને તાત્કાલિક મૃતકોના પરિવારજનો ( અમદાવાદની બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરો પણ શામેલ છે) ને ₹50 લાખનું વચગાળાનું વળતર આપવા માંગ

નવી દિલ્હી :૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 અકસ્માત અંગે બે ડોક્ટરો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પત્ર અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કોર્ટને અપીલ કરવામાં આવી છે કે તે તાત્કાલિક સ્વતઃ નોંધ લે અને કેન્દ્ર સરકારને પીડિત પરિવારોને યોગ્ય વળતર આપવાનો નિર્દેશ આપે.
અરજીમાં માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને મૃતકોના પરિવારોને (અમદાવાદની બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરો સહિત) તાત્કાલિક ₹૫૦ લાખનું વચગાળાનું વળતર જાહેર કરવા અને તેનું વિતરણ કરવાનો નિર્દેશ આપે
અરજીમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો, ઉડ્ડયન નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને વીમા નિષ્ણાતોની બનેલી ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરે. આ સમિતિએ ત્રિવેણી કોડકની વિરુદ્ધ એર ઇન્ડિયા લિમિટેડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાપિત સિદ્ધાંતો અનુસાર પીડિત પરિવારોને અંતિમ વળતર નક્કી કરવું જોઈએ
આ ઉપરાંત, અરજીમાં એર ઇન્ડિયા લિમિટેડને વળતરના દાવાઓનો ઝડપથી નિકાલ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે જેથી પીડિત પરિવારોને લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે. અરજીમાં કેન્દ્ર સરકારને મૃતકોના લાયક સંબંધીઓને પુનર્વસન સહાય અને રોજગારની તકો પૂરી પાડવાનો નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.
અરજદારોએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે સંબંધિત અધિકારીઓને અકસ્માતના કારણોની સંપૂર્ણ તપાસ કરવા અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવે.
ગુરુવારે બપોરે અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના બોઇંગ કંપનીના 787 ડ્રીમલાઇનર વિમાન સાથે સંકળાયેલી સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંથી એક છે. આ અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગનું સૌથી આધુનિક વાઇડબોડી એરલાઇનર છે. એર ઇન્ડિયાનું આ વિમાન ફક્ત 12 વર્ષ જૂનું હતું અને અકસ્માતના થોડા કલાકો પહેલા જ દિલ્હીથી મુસાફરો સાથે અમદાવાદ પહોંચ્યું હતું. તેમાં 242 લોકો સવાર હતા.
અમદાવાદ એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી, તે ઝડપથી નીચે પડવા લાગ્યું અને રહેણાંક વિસ્તારમાં અથડાયા પછી એક વિશાળ અગ્નિના ગોળામાં ફેરવાઈ ગયું. આ અકસ્માતમાં 265 લોકોનાં મોત થયાં. આમાં તે ઇમારતમાં હાજર લોકોનો પણ સમાવેશ થાય છે જેની સાથે વિમાન અથડાયું હતું
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
