News of Friday, 13th June 2025
UP નાં હાપુરના મદરેસામાં નરાધમ મૌલાનાની કૃત્યે કંપાવ્યો ન્યાય તંત્ર — 14 વર્ષની બાળકી પર વારંવાર ગુજાર્યો બળાત્કાર : અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરતો રહ્યો
વિશ્વાસના મકાનમાં ભયજનક ષડયંત્ર : મદરેસામાં ભણવા આવેલી બાળકીનું મહિના સુધી શોષણ કરાયું : વીડિયો વાયરલ થતાં મામલો સામે આવ્યો : પોલીસે ઝડપી પાડ્યો મુખ્ય આરોપી મૌલાના : પીડિતાના ફોનમાંથી મળ્યા ચોંકાવનારા પુરાવા

હાપુર : ઉત્તર પ્રદેશના હાપુરના એક શૈક્ષણિક મદરેસામાં એક હ્રદયવીધી ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે સંવેદના જગાવી છે. ભણતર માટે મદરેસામાં આવતી 14 વર્ષની સગીર બાળકી પર ભણાવતા મૌલાનાએ એવો દારુણ હુમલો કર્યો કે માનવતા પણ શરમાઈ જાય. ભણાવાની આડમાં મૌલાનાએ બાળકી પર પુનઃપુન બળાત્કાર કર્યા અને તેના અશ્લીલ વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરતો રહ્યો.
અહેવાલો અનુસાર, આરોપી મૌલાના બાળકી સાથે એકાંત રૂમમાં શિક્ષણના બહાને લઈ જતો અને ત્યાં દુષ્કર્મ આચરતો. બાળકીને ડરાવવા માટે તેણે અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યા અને વાયરલ કરવાની ધમકી આપી. બાળકી લાંબા સમય સુધી ભયના કારણે ચૂપ રહી — પરંતુ જ્યારે તેણે મદરેસામાં જવું બંધ કર્યું, ત્યારે પરિવારને શંકા ગઈ.
પરિવારે દબાવ કરતા બાળકી રડી પડી અને આખો કિસ્સો ખુલ્લો પડ્યો. દુઃખદ વાત એ રહી કે જ્યારે પરિવાર એ ઘટનાની વિગતો જાણતી કરી, ત્યારે મૌલાનાએ છોકરીના વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરી દીધા.
મોબાઇલમાંથી મળી રહ્યા છે ચોંકાવનારા પુરાવા:
જ્યારે પીડિતાના પરિવારએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારે તપાસમાં છોકરીના મોબાઇલમાંથી ઘણા અશ્લીલ વીડિયો મળ્યા. પોલીસે IPC અને POCSO એક્ટ હેઠળ ગંભીર કલમો લગાવીને તાત્કાલિક કાર્યવાહી કરી અને મૌલાનાની ધરપકડ કરી લીધી છે. હાલ આરોપીને જેલ મોકલવાની કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
સીઓનો નિવેદન:
“માફ ન કરી શકાય એવી આ ઘટના સામે તાત્કાલિક પગલાં લેવાયા છે. બાળકીના પરિવારની હિમ્મત પ્રશંસનીય છે. આવા નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહી થશે.” — હાપુર સર્કલ ઓફિસર
આપની જાતને અથવા તમારા પરિવારના બાળકને સુરક્ષિત રાખવા માટે બાળકો સાથે ખુલ્લી વાતચીત કરો. શંકાસ્પદ વ્યક્તિઓ વિશે તરત પોલીસને જાણ કરો.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
