News of Friday, 13th June 2025
હોસ્ટેલમાંથી જમીને પરત નીકળેલા વિદ્યાર્થીનો બચાવ : જુઓ વિડીયો
અમદાવાદ પ્લેન દુર્ઘટના :આ બનાવમાં મીતાન્સુના હાથના અને કાનના ભાગે ઈજા પહોંચી હતી

અમદાવાદ,તા.૧૩
અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલામાં એક વિદ્યાર્થીનો બચાવ થયો હતો. હોસ્ટેલમાંથી જમીને પરત નીકળતા આ વિદ્યાર્થીનો બચાવ થયો હતો.
આ બનાવની વિગત મુજબ જેતપુરનો મીતાન્સુ ઠેસિયા નામનો વિદ્યાર્થી બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મીતાન્સુ હોસ્ટેલ માંથી જમીને બહાર નીકળ્યો ત્યારે જ વિમાન ક્રેશ થતા આગની જ્વાળામાં તે દાઝી ગયો હતો.
વિમાન ક્રેશ થતા જ અહીં અફરાતફરી મચી ગઈ હતી. તે સમયે માતાન્સુ તેના સાથી વિદ્યાર્થીઓ સાથે લાયબ્રેરીમાં જઈ રહ્યો હતો.
આ બનાવમાં મીતાન્સુના હાથના અને કાનના ભાગે ઈજા પહોંચી હતી. મીતાન્સુ સહી સલામત ઘરે પહોંચતા તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે મીતાન્સુ સાથેના તેના બે બેચમેન્ટ નું દુર્ઘટનામાં મોત થયું હતું. તે સમયે હોસ્ટેલમાં ૭૫ થી ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ડોક્ટરો જમતા હતા.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
