News of Friday, 13th June 2025
ગ્વાલિયરમાં ભારે વરસાદ અને વાવઝોડુ : ટીન શેડ પર દીવાલ ધરાસાયી : દટાઈ જતા ચાર લોકોના કરૂણમોત
ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં ભારે વરસાદથી બચવા માટે ટીન શેડ નીચે ઉભા હતા: મૃતકોમાં જાવેદ ખાન, ઇઝરાયલ અહેમદ અને મફરત ખાનનો સમાવેશ

લિયર. મધ્યપ્રદેશમાં શુક્રવારે ભારે વરસાદ અને ભારે પવનને કારણે એક ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ. જે ટીન શેડ પર દિવાલ પડી તેની નીચે કેટલાક લોકો ઉભા હતા. તેઓ ફસાઈ ગયા અને ચાર લોકોના મોત થયા.
આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે. બહોદાપુર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર રામચંદ્ર શર્માએ જણાવ્યું કે આ ઘટના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં સાંજે લગભગ 4:30 વાગ્યે બની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વરસાદથી બચવા માટે કેટલાક લોકો ટીન શેડ નીચે ઉભા હતા. મધ્યપ્રદેશમાં હાલ વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. સાંજે 4 વાગ્યા પછી કેટલાક લોકો વરસાદથી બચવા માટે ટીન શેડ નીચે ઉભા રહ્યા હતા. ત્યારબાદ વરસાદ અને જોરદાર પવનને કારણે એક ઘરની દિવાલ ટીન શેડ પર પડી અને લોકો તેની નીચે દટાઈ ગયા.
આ અકસ્માતમાં ઘરમાલિક સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક વ્યક્તિ હજુ પણ ઘાયલ છે. મૃતકોની ઓળખ જાવેદ ખાન, ઇઝરાયલ અહેમદ અને મફરત ખાન તરીકે થઈ છે
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
