<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ઇઝરાયેલ ઉપર ઈરાનનો પણ મિસાઈલ હુમલો: તેલ અવિવમાં રહેણાંક વિસ્તારની બિલ્ડીંગો ઉપર મિસાઇલ ખાબક્યા*

ઇઝરાયેલ ઉપર ઈરાનનો પણ મોટો મિસાઈલ હુમલો. પાટનગર તેલ અવિવમાં રહેણાંક વિસ્તારની હાઇરાઇઝ – સ્કાયસ્ક્રેપર બિલ્ડીંગ ઉપર મિસાઇલ ખાબક્યા.

ઇઝરાયેલના "આયર્ન ડોમ" ની સુરક્ષાને ભેદી નાખ્યાની ચર્ચા. ધુમાડાના વાદળા છવાયા. જોકે ઇઝરાયેલ પાસે અતિ આધુનિક એર ડીફેન્સ સિસ્ટમ છે, જે કાર્યરત બની ગઈ હોવાનું એનડીટીવી કહે છે.

સમગ્ર ઇઝરાયેલ સાયરનોથી ગુંજી રહ્યું છે.. ઈરાન તરફથી સમગ્ર ઇઝરાયેલમાં મિસાઈલો છોડવામાં આવી રહી છે. ઇઝરાયેલમાં લોકોને ઘરમાં જ રહેવા તાકીદ. 

ઈરના સમાચાર સંસ્થા કહે છે કે ઇઝરાયેલી વડાપ્રધાન નેતનયાહૂને દેશ બહાર સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા.. 

 

(1:08 AM IST)