News of Saturday, 14th June 2025
ધોરણ-૧૨ના તમામ વિદ્યાર્થીઓને મળશે રૂ.૧૫૦૦૦
આંધ્રપ્રદેશમાં શરૂ થશે યોજના

અમરાવતી,તા.૧૪: આંધ્રપ્રદેશમાં એનડીએના ગઠબંધન હેઠળની એન.ચંદ્રબાબુ નાયડુની સરકારે તલ્લિકી વંદનમ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ધોરણ-૧ થી ધોરણ-૧૨ના તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક ૧૫ હજાર રૂપિયા આપવામાં આવશે. યોજનાના નિયમ મુજબ આ રકમ સીધી વિદ્યાર્થીની માતાના એકાઉન્ટમાં મોકલવામાં આવશે. યોજનાનો ફાયદો ૬૭ લાખ મહિલાઓને થવાનો છે. આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી સરકારે રાજ્યમાં એક વર્ષ પુરુ કર્યું છે, જેને ધ્યાને રાખી આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. યોજના ૧૫ ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે.
TDP પાર્ટીના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુએ વર્ષ ૨૦૨૪ની ચૂંટણી વખતે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી હતી, તેમાંથી આ તલ્લિકી વંદનમ યોજના એક છે. સરકારના સચિવ કોના શશિધરે આદેશમાં કહ્યું છે કે, રાજ્ય સરકારે તલ્લિકી વંદન યોજના શરૂ કરવા માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
યોજનાની મહત્ત્વની વાત એ છે કે, તેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના સામેલ કરાયા છે. વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરતી વખતે નાણાં માતાના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ મામલે સરકારે દિશા-નિર્દેશ જાહેર કરીને અંતિમરૂપ આપી દીધું છે.(૪૦.૯)
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
