News of Saturday, 14th June 2025
બે બાળકોએ લંડનમાં મમ્મી ગુમાવી અને ભારતમાં પપ્પા ગુમાવ્યા
પટોળિયા પરિવારમાં શોક : આ દુખદ ઘટનામાં અમરેલીના વડિયા ગામના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનું અવસાન થયું છે

અમદાવાદ,તા.૧૪: આ દુખદ ઘટનામાં અમરેલીના વડિયા ગામના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનું અવસાન થયું છે. અર્જુનભાઈનાં પત્નીનું થોડા સમય પહેલાં લંડનમાં મળત્યુ થયું હતું. તેમનાં અસ્થિ પધરાવવા માટે અર્જુનભાઈ ભારત આવ્યા હતા. બધી વિધિ પતાવીને તેઓ લંડન પરત જવા નીકળ્યા હતા. આ અકસ્માતમાં તેમણે જીવ ગુમાવતાં તેમનાં બે બાળકોને ભારે આઘાત લાગ્યો છે. અર્જુનભાઈનાં માતા સુરતમાં રહે છે. હવે લંડનમાં રહેતાં અર્જુનભાઈનાં બે બાળકોની કાળજી અને સંભાળની જવાબદારી કેવી રીતે સચવાશે એ વિશે તેમના પરિવારજનો ચિંતિત છે.(૪૦.૪)
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
