તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Saturday, 14th June 2025
દુર્ઘટનામાં આસપાસના, રાહદારી સહિત અનેકનાં મોતની શંકા
કિટલી પર કામ કરતા ૧૫ વર્ષીય આકાશનું મોત, માતા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ : માતાને તો જાણ પણ નથી કે દીકરો રહ્યો નથી

અમદાવાદ,તા.૧૪: પ્લેન ક્રેશની ઘટનામાં ફક્ત પ્લેનમાં જ બેઠેલા નહીં પરંતુ અન્ય લોકોના પણ મોત થયા છે. આ દુર્ઘટનામાં ક્રેશ સ્થળ અને રાહદારીઓ, વાહનચાલકો વગેરે ૫૦થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જે લોકો ગઇકાલથી ગૂમ થયા છે તેમના પરિવારોએ તેમની શોધખોળ આદરી છે. બીજી તરફ, આઘટનામાં ત્યાં કિટલી પર કામ કરતા ૧૫ વર્ષીય આકાશનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે માતા હજુ આઈસીયુમાં દાખલ છે. માતાને હજુ સુધી એ જાણ નથી કે તેમનો દીકરો રહ્યો નથી.
જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં આવવા જવાનો રસ્તો છે અને રોજ હજારો વાહન ચાલકો ત્યાંથી આવ-જા કરે છે. આ ઉપરાંત ત્યાં કેટલાક ગરીબોએ કાચા ઘર કર્યા હતા અને એક કિટલી પણ શરૂ કરી હતી. આમ પ્લેન ક્રેશ થવાની સાથે ત્યાં ઘરમાં રહેલા લોકો અને રસ્તે આવતાજતા લોકો ખાખ થઈ ગયા હતા. આમ, પ્લેનની અંદરના ૨૪૧ લોકોનાં તો મોત થઈ ચૂકયા છે સાથે સાથે ત્યાં સ્થાનિક લોકોના મોત પણ થયા છે. હવે જે લોકો ગુમ થયા છે તેમના પરિવાર તેમની શોધખોળ કરી રહ્યું છે. આવા કેટલાક લોકો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઘટનામાં ત્યાં કિટલી ચલાવતા ૧૫ વર્ષીય આકાશનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. ઘટનામાં તેની માતા ગંભીર રીતે દાઝી જતા તેમને સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલકરવામાં આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશ થતાની સાથે જ આગની જ્વાળાઓ ફાટી નિકળી હતી. તેથી કારણે ત્યાંથી ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઇ પસાર થઇ રહેલા લોકો પણ ભડથું થઈ ગયા હતા. આ ઉપરાંત, ત્યાં રહેતા કેટલાક લોકોના પણ મોત થયા છે. નોંધનીય છે કે, પ્લેનમાં ૨૪૧ લોકોના મોત તો કન્ફર્મ થઈ ગયા છે. પરંતુ સિવિલમાં મળતદેહ ૨૪૧ની જગ્યાએ ૨૮૦થી વધુ મળ્યા છે. આમ અન્ય લોકોના પણ મોત થયા છે.(૪૦.૩)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
