<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

રાજકોટ શહેર બપોર સુધી સજજડ-સ્‍વયંભૂ બંધ. : જુઓ વિડિયો

રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીને ભાવાંજલિ : રાજકોટના વિકાસમાં વિજયભાઇનો સિંહફાળોઃ શહેરે ચૂકવ્‍યું ઋણઃ ૬૫૦ જેટલી ખાનગી-મ્‍યુ.સ્‍કૂલો મુખ્‍ય બજારો બંધઃ નગરજનો શોકમાં ગરકાવઃ મોટાભાગે કાલે અંતિમયાત્રા

 

 

રાજકોટ અડધો દિવસ બંધઃ વિજયભાઈને શ્રધ્‍ધાંજલી : રાજકોટઃ બે દિવસ પહેલા અમદાવાદથી લંડન જઈ રહેલ પ્‍લેન અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ માત્ર એક સેકન્‍ડમાં પ્‍લેનક્રેશ થઈ ગયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં ૨૪૧ મુસાફરોના મૃત્‍યુ નિપજયા હતા. આ દુર્ઘટનામાં રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે. આ ઘટનાથી રાજ્‍યભરમાં શોકનો માહોલ છવાયો છે. દરમિયાન આજે રાજકોટ શહેરમાં ઉદ્યોગકારો, વેપારીઓએ અડધો દિવસ બંધ પાડી શ્રધ્‍ધંજલી અર્પણ કરી હતી. તો શહેરની ૬૫૦ ખાનગી શાળાઓમાં ગઈકાલે જ રજા જાહેર કરવામાં આવી હતી. રાજકોટ શહેરના સોની બજાર, ધમેન્‍દ્ર રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી સહિતના વિસ્‍તારો સજ્જડ બંધ રહ્યા હતા. કેટલીક જગ્‍યાએ વેપારીઓએ મૌનરેલી, મૌનસભાના કાર્યક્રમો પણ યોજાયા હતા. રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ સહિતની સંસ્‍થાઓ દ્વારા આજે અડધો દિવસ બંધ પાડવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. તો ઉદ્યોગકારોએ પણ બંધ રાખી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતીે. સ્‍વનિર્ભર શાળા સંચાલકો દ્વારા ગઈકાલે જ જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્‍યું હતું. આજે રાજકોટ શહેરની અંદાજે ૬૫૦ જેટલી ખાનગી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી હતી. તસ્‍વીરમાં બજારો બંધ જોવા મળે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૨૦)

રાજકોટ તા.૧૪: રાજકોટના લોકલાડિલા અને પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં દુઃખદ અવસનને લઇને સમગ્ર ગુવરાત અને રાજકોટ-સૌરાષ્‍ટ્ર શોકમાં ગરકાવ છે. રાજકોટના વતની અને શહેરના વિકાસ માટે સિંહફાળો આપનાર દિવંગત મુખ્‍યમંત્રીને ભાવાંજલિ આપવા અને તેમના યોગદાનેને યાદ કરી તેમનું ઋણ ચૂકવવા આજે રાજકોટ શહેર બપોર સુધી સજજડ અને સ્‍વયંભૂ બંધ રહ્યું છે. રાજકોટવાસીઓના દિલ ઉપર રાજ કરતાં વિજયભાઇના માનમાં રાજકોટના વેપાર ઉદ્યોગોએ યોજના કામ-ધંધા બંધ રાખી વિજયભાઇ રુપાણીને શ્રધ્‍ધાંજલી અર્પી છે. રાજકોટ શહેરના ૬૫૦ જેટલી ખાનગી અને મ્‍યુ. શાળાઓ પણ બંધ રહી છે. દરમ્‍યાન એવું જાણવા મળે છે કે સ્‍વ. વિજયભાઇના સુપુત્ર અમેરિકાથી અમદાવાદ આવી પહોંચ્‍યા છે અને મોટા ભાગે આવતી કાલે રાજકોટમાં સદગતના અંતિમ સંસ્‍કાર સંપૂર્ણ રાજકીય માન-સન્‍માન સાથે કરવામાં આવશે.

રાજકોટ ચમ્‍બર ઓફ કોમર્સ, ઇન્‍સ્‍ટ્રીયલ એસો અને વિવિધ વેપારી એસો.એ આજે આપેલા બપોર સુધીના બંધના એલાનને પગલે શહેરની મુખ્‍ય બજારો જેમ કે પરાબજાર, ધર્મેન્‍દ્ર રોડ, લાખાજીરાજ રોડ ગુંદાવાડી, પેલેસ રોડ, દાણાપીઠ યાજ્ઞિક રોડ, ભુપેન્‍દ્ર રોડ, દિવાનપરા, કેનાલ રોડ સહિતની સજજડ અને સ્‍વયંભૂ બંધ રહેવા પામી છે. વેપારીઓ ઉપરાંત ભાગોળે આવેલી ઇન્‍સ્‍ટ્રી પણ આમ આદમી થી લઇને વેપારીઓ - ઉદ્યોગપતિઓએ સ્‍વ. રૂપાણીને ભાવાંજલિ આર્પી છે.

અત્રેએ પણ નોંધનીય છે કે  રાજકોટના વેપાર-ધંધાને સ્‍પર્શતા અનેક પ્રશ્‍નોનો વિજયભાઇ રૂપાણીએ ઉઠેલ લાવી દીધેલ હોય વેપાર જગત પણ તેમનું કાયમી ઋણી રહેશે અને તેથી તે આજે સજજડ બંધ પાળીને શ્રધ્‍ધાજંલી આપી છે. રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવે જણાવ્‍યું છે કે વિજયભાઇના નિધનથી રાજકોટને મોટી ખોટ પડી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. ત્‍યારે આજે વહેલી સવારે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી ગાંધીનગર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે અંજલિબહેન રૂપાણી શુક્રવારે લંડનથી સ્‍પેશિયલ ચાર્ટડ પ્‍લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચ્‍યા હતા, જ્‍યારે ઋષભ રૂપાણી આજ શનિવારે વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર પહોંચ્‍યા હતા. રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે. ત્‍યારે દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્‍કાર રાજકોટમાં મોટા ભાગે કાલે કરવામાં આવશે.

૧૨ જૂને સર્જાયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું કરૂણ મોત નીપજતાં તેમના વતન રાજકોટમાં શોકનું મોજુ ફરી વળ્‍યું છે. આજે બપોરે ૨ વાગ્‍યા સુધી અડધો દિવસ બજારો સહિત સ્‍વૈચ્‍છિક બંધ રાખેલ છે.ઉલ્લેખનીય છે કે વિજયભાઈની અંતિમ યાત્રા પણ રાજકોટમાં યોજાશે જે માટે તૈયારીઓ શરૂ થઈ છે.

રાજકોટમાં વિવિધ સંસ્‍થાઓ (૧) ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ (૨) શહેર કોંગ્રેસ સમિતિ (૩) રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસોસીએશન (૪) ગુડ્‍ઝ એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ એસોસીએશન (૫) હોલસેલ ટેક્‍સટાઈલ્‍સ મરચન્‍ટ એસોસીએશન (૬) સર લાખાજીરાજ રોડ મરચન્‍ટ એસો. તેમજ અન્‍ય મંડળો, સંસ્‍થાઓએ ઉંડા શોકની લાગણી વ્‍યક્‍ત કરીને તમામ બજારો બપોરના ૨ વાગ્‍યા સુધી બંધ રાખીને સદ્ગત વિજયભાઈને શ્રધ્‍ધાંજલિ આપવા નિર્ણય લીધો હતો.

આ ઉપરાંત રાજકોટ શહેર આચાર્ય સંઘ, શહેર શાળા સંચાલક મંડળે આજે તમામ પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં અનધ્‍યયન રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. આમ, આજે ખાનગી અને ગ્રાન્‍ટેડ સ્‍કૂલો પણ બંધ છે. .  દરમિયાન વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા તેઓ પૂર્વ મુખ્‍યમંત્રી હોય પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં યોજવામાં આવશે. રાજકોટમાં -કાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમયાત્રા પ્રસ્‍થાન કરશે અને જ્‍યાં તેઓ મોટા થયા તે દિવાનપરા ખાતે પણ અંતિમયાત્રા  પહોંચશે. આ માટે વ્‍યવસ્‍થા માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે.

રાજકીય સન્‍માન સાથે અંતિમ સંસ્‍કાર

વિજય રૂપાણીના અંતિમ સંસ્‍કાર રાજકીય સન્‍માન સાથે કરવામાં આવશે. પૂર્વ મુખ્‍યમંત્રીના અંતિમ સંસ્‍કાર માટે રાજ્‍ય સરકારનો ચોક્કસ પ્રોટોકોલ અનુસરવામાં આવે છે. પૂર્વ મુખ્‍યમંત્રીના પાર્થિવ દેહને રાષ્‍ટ્રધ્‍વજ (ત્રિરંગો)માં લપેટવામાં આવે છે, જે રાજ્‍ય સન્‍માનનું પ્રતીક છે. અંતિમ સંસ્‍કાર પહેલાં પોલીસ અથવા સૈન્‍ય દળો દ્વારા બંદૂકની સલામી આપવામાં આવે છે, જે નેતાના યોગદાનને સન્‍માન આપવાની પરંપરા છે.

કોણ -કોણ ઉપસ્‍થિત રહેશે ?

અંતિમ સંસ્‍કારમાં મુખ્‍યમંત્રી, મંત્રીમંડળના સભ્‍યો, વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, રાજકીય નેતાઓ અને અન્‍ય મહાનુભાવો હાજર રહે છે. ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, ગળહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહેવાની સંભાવના છે. સામાન્‍ય જનતાને શ્રદ્ધાંજલિ આપવાની તક આપવા માટે પાર્થિવ દેહને સાર્વજનિક સ્‍થળે રાખવામાં આવે છે, જેમ કે ભાજપના મુખ્‍ય કાર્યાલય (કમલમ) અથવા રાજ્‍ય સરકારની કોઈ મહત્‍વની ઇમારત. જિલ્લા વહીવટીતંત્ર અંતિમ સંસ્‍કારની તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરે છે, જેમાં ટ્રાફિક વ્‍યવસ્‍થા, સુરક્ષા અને અન્‍ય જરૂરી વ્‍યવસ્‍થાઓનો સમાવેશ થાય છે.

રાજ્‍ય સરકારે શોકના સમયગાળા દરમિયાન તમામ સરકારી કાર્યક્રમો મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. સચિવાલય અને અન્‍ય સરકારી ઇમારતો પર રાષ્‍ટ્રધ્‍વજ અડધી કાઠીએ રાખવામાં આવશે.

મહત્‍વનું છે કે ગઇકાલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વિજયભાઇના પત્‍ની અંજલિબેન રૂપાણી અને પરિવારને મળ્‍યા હતી. દિવંગત વિજય રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્‍વના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ હ્‍ પર લખ્‍યું હતું કે, વિજયભાઈ આપણી વચ્‍ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્‍વભાવના વિજયભાઈ ખૂબ મહેનતું હતા, તથા પક્ષની વિચારધારા પ્રત્‍યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા હતા.(૩૮.૧૮)

(11:11 AM IST)