તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 14th June 2025
વિમાન દુર્ઘટનાના દિંવગતો અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલીરૂપે શાળાઓ શોકમય બંધ

રાજકોટઃ અમદાવાદની વિમાન દુર્ઘટનાના દિવગંતો અને રાજકોટના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી રૂપે આજે રાજકોટ શહેર જિલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓ શોકમય બંધ રહી છે. રાજકોટ શહેર-જિલ્લાની ૬૦૦ થી વધુ સ્વનિર્ભર પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કેટલીક ગ્રાન્ટેડ શાળાઓ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દુઃખદ નિધન બદલ શોકમય સ્વયંભૂ બંધમાં જોડાઇ છે. ગઇકાલે જ શાળા દ્વારા તા.૧૪ના શાળામાં શિક્ષણકાર્ય બંધ રહેવાની જાહેરાત કરી હતી સવારથી જ શાળાઓ બંધ રહી હતી રાજકોટની શાળાઓના શિક્ષણકાર્ય બંધ રહયું છે. (૩.૫)
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
