તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Saturday, 14th June 2025
વિજયભાઈના દીકરાનું ગાંધીનગરમાં આગમનઃ રૂપાણી પરિવારને સાંતવના આપતા શંકરસિંહ-ભૂપેન્દ્રસિંહ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના વતની વિજયભાઈ રૂપાણી જેમનું દુઃખદ અવસાન થયેલ છે આજે વહેલી સવારે તેમના દીકરા ઋષભભાઈ ગાંધીનગર નિવાસસ્થાને આવી પહોંચ્યા છે એમના અનેક સંબંધી મિત્ર મંડળ બધા રાજકોટ જવા નીકળી ગયા છે હજુ ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે સંભવ છે આજે બપોર ત્રણેક વાગ્યા સુધીમાં કંઈક ચોક્કસ પ્રકારની વિગતો પ્રાપ્ત થાય તેવી શકયતા છે, ત્યારબાદ અંતિમવિધિનું સ્થળ અને સમય નક્કી થશે. આજે ગાંધીનગર અત્યારે વિજયભાઈના નિવાસ્થાને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પુરુષોત્તમ રૂપાલા અને રાજકોટના ધનસુખ ભંડેરી તેમજ નીતિન ભારદ્વાજ સતત અહીંયા હાજર છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
