તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Saturday, 14th June 2025
વિજયભાઇ રૂપાણીએ લોકો અને પક્ષ માટે ખૂબજ કાર્યો કર્યા'તાઃ રામભાઇ મોકરીયા
પૂર્વ મુખ્યમંત્રીને શ્રધ્ધાંજલી અર્પતા રાજયસભાના સાંસદ

રાજકોટ, તા.૧૩: વિમાન દુર્ઘટનામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન થતા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે. રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્યુ છે કે સ્વ. વિજયભાઇ રૂપાણીના નિધનના સમાચારથી ખુબજ દુઃખ થયુ છે. વિદ્યાર્થી પરિષદથી શરૂ કરીને મુખ્યમંત્રીપદ સુધી તેઓ પહોંચ્યા હતા.રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્યુ કે વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રહીને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડી છે. વિજયભાઇ રૂપાણી ધારાસભ્ય, પ્રમુખ, સહિતના હોદા ઉપર રહી ચુકયા હતા. ભાજપમાં સંગઠન માટે તેઓ માહિર હતા અને પક્ષના સંગઠન માટે સતત સક્રિય રહયા છે. પરમકૃપાળુ પરમાત્મા વિજયભાઇ રૂપાણીના દિવંગત આત્માને શાંતી આપે તથા તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી સહિત પરિવારજનોને આઘાત સહન કરવાની શકિત આપે એ જ પ્રાર્થના. તેમ અંતમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યુ હતું
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
