News of Saturday, 14th June 2025
અકિલા અને વિજયભાઇ રૂપાણીઃ વર્ષોથી સ્નેહની કડી, હવે રહી યાદોની મૂડી
સુની હો ગયી બગીયા જીવન કી, આપકે ચલે જાને સે, મુરજા ગયે હૈ ફુલ, પતઝડ સી મૌસમ આને સે...

રાજકોટઃ ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તા. ૧ર મી એ અમદાવાદ ખાતે વિમાન અકસ્માતનો ભોગ બનતા દુનિયાને અલવિદા કરી ગયા છે. અકિલા પરિવાર સાથે તેમનો વર્ષોનો નેહ નિતરતો નાતો રહયો છે તેઓ અવારનવાર પારિવારિક સબંધના નાતે અકિલા કાર્યાલયની મુલાકાતે આવતા હતા. અકિલા પરિવાર સાથે તેમના અનેક સંભારણા છે. ઉપરોકત તસ્વીરો તેમની વર્ષો પહેલાની છે. જેમાં તેઓ ટીમ સાથે અકિલાની મુલાકાતે છે. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાએ તેમને ફુલહારથી સત્કારેલ. અકિલાની મુલાકાત વખતે શ્રી સત્યસાંઇ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી મનોજભાઇ ભીમાણી અને આર.સી.સી. બેંકના સી.ઇ.ઓ. ડો. પરસોતમ પીપરિયા પણ ઉપસ્થિત હતા. તસ્વીરમાં મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રાજકોટના જાહેર જીવનના અગ્રણીઓ સર્વશ્રી કૌશિક શુકલ, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, ઉદય કાનગડ, વલ્લભભાઇ દુધાત્રા અકિલા પરિવારના ડો. અનિલ દશાણી વગેરે દેખાય છે.(ફાઇલ તસ્વીરઃ સંદીપ બગથરિયા)
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
