News of Saturday, 14th June 2025
કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરની કુલ સંપત્તિ લગભગ 1.2 અરબ ડોલર એટલે કે 10300 કરોડ : આટલી સંપત્તિ સાથે તે ભારતના સૌથી ધનિક કલાકારો કરતા આગળ
સંજય કપૂર ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની 'સોના કોમસ્ટાર' ના ચેરમેન હતા આ કંપની 1997 માં તેમના પિતા સુરિન્દર કપૂર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેઓ ભારતના ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગમાં એક મોટું નામ હતું. 'સોના' નામ તેમના દાદાના જ્વેલરી વ્યવસાય પરથી લેવામાં આવ્યું હતું

નવી દિલ્હી તા.૧૪ : કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરનું લંડનમાં પોલો રમતી વખતે 53 વર્ષની વયે હાર્ટ એટેકથી થયું. તેઓ સોના કોમસ્ટાર કંપનીના ચેરમેન હતા. તમને જાણીને નવાઈ લાગશે કે સંજય કપૂરની સંપત્તિ ઘણા બોલિવૂડ સ્ટાર્સ કરતાં વધારે હતી. ચાલો જાણીએ કેટલી સંપત્તિના માલિક હતા સંજય કપૂર….
સંજય કપૂરની સંપત્તિ
ફોર્બ્સ અનુસાર સંજય કપૂરની કુલ સંપત્તિ લગભગ 1.2 અરબ ડોલર એટલે કે 10300 કરોડ છે. આટલી સંપત્તિ સાથે તે ભારતના સૌથી ધનિક કલાકારો કરતા આગળ હતા. શાહરૂખ ખાનની સંપત્તિ લગભગ 7700 કરોડ છે. તે જ સમયે કપૂર પરિવારની કુલ સંપત્તિ લગભગ 2000 કરોડ હોવાનું માનવામાં આવે છે, જે સંજયની સંપત્તિનો માત્ર પાંચમો ભાગ છે. કરિશ્મા કપૂરની પોતાની સંપત્તિ લગભગ 120 કરોડ છે.
સંજય કપૂરનો બિઝનેસ
સંજય કપૂર ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની 'સોના કોમસ્ટાર' ના ચેરમેન હતા. આ કંપની 1997 માં તેમના પિતા સુરિન્દર કપૂર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેઓ ભારતના ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગમાં એક મોટું નામ હતું. 'સોના' નામ તેમના દાદાના જ્વેલરી વ્યવસાય પરથી લેવામાં આવ્યું હતું. 2015 માં તેમના પિતાના મૃત્યુ પછી સંજયે કંપની સંભાળી અને તેને ચીન, મેક્સિકો, સર્બિયા અને અમેરિકા જેવા દેશોમાં વિસ્તારી. બ્લૂમબર્ગ અનુસાર આજે આ કંપનીનું મૂલ્ય 31,000 કરોડ છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
