News of Saturday, 14th June 2025
યુદ્ધભૂમિ બન્યું પશ્ચિમ એશિયા : આજે સવારે ઈરાને ઇઝરાયલની 'અભેદ્ય' આયર્ન ડોમ ઢાલ તોડી! : મિસાઈલ સીધી નેતન્યાહૂના સંરક્ષણ મુખ્યાલય પર ત્રાટકી : તેલ અવીવ ધુમાડામાં ઘેરાયું! :જુઓ વિડીયો
૧૫૦થી વધુ ઇરાની મિસાઈલોએ ઇઝરાયલને ધમરોળ્યું : આયર્ન ડોમની સુરક્ષાભેદકતા પર સવાલ : IDFએ ઇરાનને તણાવ માટે જવાબદાર ઠેરવ્યું : ઇરાનના સર્વોચ્ચ નેતાની ઇઝરાયલને 'વિનાશ'ની ધમકી

BREAKING:
— Megatron (@Megatron_ron) June 13, 2025
🇮🇷🇮🇱 The moment the "Kirya," the headquarters of the Israeli Defense Ministry, was hammered by an Iranian hypersonic missile, after evading several Israeli interceptors. pic.twitter.com/tKR5BTNkNm
તહેરાન: પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ ભડકી ઉઠી છે. ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા અને તેહરાનમાં થયેલા વિનાશ બાદ, હવે ઈરાને ભયાવહ બદલો લીધો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ચોંકાવનારા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કેવી રીતે ઇરાની મિસાઇલોએ ઇઝરાયલની સૌથી શક્તિશાળી હવાઈ સંરક્ષણ પ્રણાલી, 'આયર્ન ડોમ'ને ભેદી નાખીને સીધી ઇઝરાયલના સંરક્ષણ મુખ્યાલય (તેલ અવીવમાં આવેલ) પર ત્રાટકી. આ હુમલા બાદ તેલ અવીવ શહેર ધુમાડાના ગોટેગોટામાં ફેરવાઈ ગયું હતું.
આયર્ન ડોમ ભેદાયું: ઇઝરાયલની સુરક્ષા વર્તુળ તોડવામાં ઈરાન સફળ!
ઇઝરાયલની સંરક્ષણ પ્રણાલીનો અભિન્ન અંગ ગણાતું 'આયર્ન ડોમ' હવાઈ હુમલાઓથી તેના સંરક્ષણ મુખ્યાલય સહિતના સંવેદનશીલ વિસ્તારોનું રક્ષણ કરવા માટે પ્રખ્યાત છે. પરંતુ, ઈરાનના આ તાજા હુમલામાં આ 'અભેદ્ય' ઢાલ તૂટી પડતા ઇઝરાયલને ભારે નુકસાન થયું છે. તેલ અવીવ ઉપરાંત, ઈરાને ઇઝરાયલ પર ૧૫૦થી વધુ મિસાઈલો છોડી હોવાના અહેવાલ છે.
વાયરલ થયેલા ૧૯ સેકન્ડના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે મિસાઈલ આયર્ન ડોમના સુરક્ષા ગુંબજને તોડીને સંરક્ષણ મુખ્યાલય પર જ પડે છે. X (અગાઉ ટ્વિટર) પર આ વીડિયો પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યું હતું કે, ઈરાને તેના પહેલા હુમલા તરીકે તેલ અવીવમાં ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલયને જ નિશાન બનાવ્યું હતું. વીડિયોની પૃષ્ઠભૂમિમાં તેલ અવીવનું એક મુખ્ય સીમાચિહ્ન, 'માર્જિનિટ ટાવર' પણ જોઈ શકાય છે, જે આ હુમલાની ભયાવહતાની પુષ્ટિ કરે છે.
IDFનો આરોપ: 'તણાવ માટે ફક્ત ઈરાન જવાબદાર', ઇરાનના સુપ્રીમ લીડરની ધમકી
આ ભયાવહ હુમલા બાદ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસ (IDF) એ તરત જ પ્રતિક્રિયા આપી. IDFએ જણાવ્યું કે, ઈરાનથી સમગ્ર ઇઝરાયલ પર હુમલા થઈ રહ્યા છે. ઉત્તરી ઇઝરાયલના ઘણા વિસ્તારોમાં મિસાઈલ ચેતવણી બાદ લોકો સલામત સ્થળોએ દોડતા જોવા મળ્યા. IDFના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદવ શોશાનીએ X પર લખ્યું કે, "મધ્ય પૂર્વમાં વર્તમાન તણાવ માટે ઈરાન અને ફક્ત ઈરાન જવાબદાર છે. પરમાણુ શસ્ત્રો મેળવવા અને ઇઝરાયલને નકશા પરથી ભૂંસી નાખવાની તેમની ઇચ્છાએ અમને અહીં લાવ્યા છે."
તેમણે ઇરાન પર નાગરિક વસ્તી પર આડેધડ મિસાઇલો છોડવાનો આરોપ લગાવતા કહ્યું કે, "ઇઝરાયલે હજારો માઇલ દૂરથી આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા, પરંતુ ઇરાને નાગરિક વસ્તી પર આડેધડ મિસાઇલો ચલાવી હતી. એક પક્ષ બહાદુરીથી કાર્ય કરે છે અને તેના નાગરિકોને સુરક્ષિત રાખે છે, બીજી બાજુ કાયરની જેમ છુપાય છે અને નાગરિકોને નિશાન બનાવે છે. તમારે ફક્ત આ જાણવાની જરૂર છે."
આ તરફ, ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ પણ X પર પોસ્ટ કરીને ઇઝરાયલને સીધી ધમકી આપી. તેમણે લખ્યું કે, "ઇઝરાયલી શાસને એક મોટી ભૂલ કરી છે, એક ગંભીર ભૂલ કરી છે, અને એક અવિચારી કૃત્ય કર્યું છે. તેના પરિણામો તે શાસનનો નાશ કરશે." જે રીતે ઇરાને બદલો લીધો છે, તેના પરિણામો ખરેખર ખૂબ જ ઘાતક અને વૈશ્વિક શાંતિ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પશ્ચિમ એશિયા હવે ખુલ્લી યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
