હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘‘હાય ગરમી...''કાળઝાળ ગરમીમાં બપોરે બાઈક પર દુલ્હો-દુલ્હન કુલર લઈને એવી રીતે નીકળ્યા કે વીડિયો જોઈને હસીને બેવડ વળી જશો!
એક દુલ્હા-દુલહનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બને જણા કુલર લઈને એવી રીતે જય રહ્યા છે કે,જોઈને કોઇની પણ હસી છૂટી જાય

લખનૌ તા.૧૬: આજકાલ તો સોશિયલ મીડિયા પર અલગ અલગ અનેક વીડિયો વાઇરલ થતા હોય છે. જે કયારેક ઘણા ફની હોય છે તો કયારેક ડાન્સના વીડિયો હોય છે. જે લોકોને પણ પસંદ આવતો હોય છે. જ્યારે કેટલાક લોકો અજીબોગરીબ હરકત કરતી વખતે રીલ્સ બનાવે છે. વિચિત્ર કળત્યો કરનારાઓને જોઈને લોકો હસે છે અને તેઓ પણ વિચારે છે કે આજકાલ લોકોને શું થઈ ગયું છે. લોકોને આટલો સમય કયાંથી મળે છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આજકાલ ઇન્ટરનેટમાં એક દુલ્હા-દુલ્હનનો વીડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે અને તે પસંદ પણ આવી રહ્યો છે. ચાલો જોઈએ એવું તો શું છે ખાસ આ વીડિયોમાં.
ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક ગરમી વધી ગઈ છે, અને લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. આヘર્યની વાત એ છે કે, થોડા દિવસો પહેલા વરસાદ થતો હતો, જે ગરમીને વધવા દેતો નહોતો. પરંતુ અચાનક ગરમી વધતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. આ ગરમીના મોસમમાં લોકો કૂલર અને એસીનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે. ત્યારે એક વાઇરલ વીડિયોમાં એક દુલ્હા-દુલ્હન બાઇક પર જઈ રહ્યા છે અને સાથે એક કૂલર પણ લઈ જઈ રહ્યા છે. તેમણે કૂલરને બાઇક પર અનોખી રીતે રાખ્યું છે. લોકો આ વીડિયોને લઈને મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.
અલગ રીતે રાખેલું કૂલર સામાન્ય રીતે, જ્યારે કોઈ બે વ્યક્તિ કૂલર ટૂ વ્હીલર પર લઈ જાય છે, તો એક વ્યક્તિ આગળ બેસે છે અને પાછળનો વ્યક્તિ કૂલરને પકડીને બેસે છે. અથવા તો પાછળનો વ્યક્તિ ઉલટા બેસીને કૂલરને પકડી રાખે છે, જેથી વાહન ચાલકને મુશ્કેલી ન થાય. પરંતુ આ વીડિયોમાં દુલ્હા અને દુલ્હનમાંથી કોઈએ પણ કૂલરને હાથ લગાવ્યો નથી. પરંતુ આ વીડિયોમાં આヘર્યની વાત એ છે કે દુલ્હા-દુલ્હન જ કૂલર લઈ જઈ રહ્યા છે. લગ્નના કપડામાં બંનેને બાઇક પર કૂલર લઈ જવાની શું જરૂર પડી તે આヘર્યજનક છે. પરંતુ લોકો આ વીડિયોને ખૂબ માણી રહ્યા છે.
ગરમીમાં કૂલર લઈને નીકળવું?
સામાન્ય રીતે લગ્ન પછી દુલ્હા-દુલ્હન એકલા કયારેય જોવા મૃતા નથી. દુલ્હા-દુલ્હનને વિદાય કરાવીને જાન સાથે ઘરે પાછા ફરતા હોય છે, ત્યારે બંનેને કયારેય એકલા ન છોડવામાં આવે. ઘરે પાછા ફર્યા પછી પણ લોકલ રિસેપ્શનના પ્રસંગે પણ એવું કશું કામ નથી થતું કે બંનેને બાઇક પર આવવું પડે.
ગરમી બહુ છે આ વીડિયોને @gautam_star16 દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને તેને એક જ દિવસમાં ૨૬ લાખ વ્યૂઝ મળી ચૂકયા છે. વીડિયોના કેપ્શનમાં, ‘‘ગરમી બહુ છે'' લખ્યું છે. લોકોએ પણ આ આધારે ઘણી મજેદાર ટિપ્પણીઓ કરી છે. ઘણા લોકોએ સવાલ કર્યો છે કે કૂલર ચાલુ છે કે નહીં.(૩૮.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
