<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

હૈયાફાટ આક્રંદ સાથે સ્‍વજનોને વિદાય : લોકો સ્‍વયંભૂ જોડાયા

શોકમગ્ન બન્‍યું ગુજરાત : રવિવારની મોડી સાંજ સુધી ૩૩ મળતદેહ સોંપાયા : પ્‍લેન-ક્રેશમાં જીવ ગુમાવનારા લોકોના અંતિમ સંસ્‍કાર શરૂ : વડોદરાનાં અંજુ શર્માનો મૃતદેહ ઘરે આવતાં સ્‍વજનોએ હૈયાફાટ કલ્‍પાંત કર્યો હતો

 

 

 

અમદાવાદ, તા.૧૬:ગુજરાતના અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં મોતના મુખમાં ધકેલાઈ ગયેલા લોકોની ગઈ કાલે ભારે હૈયે અરથીઓ ઊઠી હતી. અમદાવાદ, વિસનગર, વડોદરા સહિતનાં સ્‍થળોએ પરિવારજનોએ પોતે ગુમાવેલી વ્‍યક્‍તિના અંતિમ સંસ્‍કાર કર્યા હતા. સ્‍વજનોની ભીની આંખો વચ્‍ચે પ્‍લેન-ક્રૅશમાં મળત્‍યુ પામેલા લોકોના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા. સ્‍વજનોના આક્રંદથી સમગ્ર ગુજરાત શોકમગ્ન બન્‍યું હતું. ગઈ કાલે મોડી સાંજ સુધીમાં ૮૦ ડીઑક્‍સિરિબૉ ન્‍યુક્‍લેઇક ઍસિડ (DNA) સૅમ્‍પલ મૅચ થયાં હતાં જે પૈકી સ્‍વજનોને ૩૩ ડેડ-બૉડી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત શનિવારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સ્‍થાનિક ૮ લોકોના મળતદેહ તેમના સ્‍વજનોને સોંપવામાં આવ્‍યા હતા.

અમદાવાદ સિવિલ હૉસ્‍પિટલના ઍડિશનલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડૉ. રજનીશ પટેલે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘47 DNA સૅમ્‍પલ મૅચ થયાં છે અને ૪૪ પરિવારોનો સંપર્ક કરીને અત્‍યાર સુધીમાં ૨૭ મળતદેહ સગાંઓને સોંપવામાં આવ્‍યા છે. એમાં અમદાવાદ, ખેડા, અરવલ્લી, બોટાદ, મહેસાણા, ઉદયપુર સહિતનાં સ્‍થળોએ રહેતા પરિવારજનોને સન્‍માનપૂર્વક પાર્થિવ દેહ સોંપવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં ૫૧ લોકો ઇન્‍જર્ડ થયા હતા. તેમને સારવાર માટે સિવિલ હૉસ્‍પિટલમાં ઍડ્‍મિટ કરાયા હતા, જેમની તબિયત સારી થતાં રજા આપવામાં આવી છે. હાલમાં ૧૩ ઇન્‍જર્ડ પેશન્‍ટને સારવાર અપાઈ રહી છે.'

અમદાવાદ સિવિલ હૉસ્‍પિટલમાંથી સ્‍વજનોને મળત્‍યુ પામેલી વ્‍યક્‍તિના પાર્થિવ દેહ મળતાં પોલીસ એસ્‍કોર્ટ સાથે ઍમ્‍બ્‍યુલન્‍સમાં તેમના ઘરે મોકલવામાં આવ્‍યા હતા. ગઈ કાલે અમદાવાદ, વડોદરા, બાયડ, વિસનગર સહિતનાં શહેરોમાં ડેડ-બૉડી આવતાં સ્‍વજનો તૂટી ગયા હતા અને હૈયાફાટ આક્રંદથી વિસ્‍તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. મળત્‍યુ પામેલી વ્‍યક્‍તિના ઘરે તેમની અંતિમવિધિ કરીને સ્‍મશાનયાત્રા યોજાઈ ત્‍યારે કઠળ કાળજાના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. અંતિમયાત્રા નીકળતાં લોકો એમાં સ્‍વયંભૂ જોડાયા હતા. સ્‍મશાનમાં સ્‍વજનોએ અંતિમક્રિયા કરી હતી અને તેમના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા.

અમદાવાદમાં જે રીતે વિમાન-દુર્ઘટના થઈ અને પ્‍લેન બિલ્‍ડિંગને જોશભેર ટકરાયું અને આગ ફાટી નીકળી એ પછી ઘટનાસ્‍થળના પરિસરમાંથી ઠેર-ઠેર માનવ મળતદેહો અને તેમનાં અંગો; હાથ, પગ કે શરીરના બીજા અંગો મળી આવ્‍યાં હતાં. એના કારણે DNA ટેસ્‍ટની સંખ્‍યા વધી શકે છે એવો અંદાજ એક અધિકારીએ વ્‍યક્‍ત કર્યો હતો. અધિકારીના કહેવા પ્રમાણે પ્‍લેનમાં ૨૩૦ પૅસેન્‍જર અને ૧૨ ક્રૂ મેમ્‍બર્સ હતા, આમ પ્‍લેનમાં ૨૪૨ લોકો હતા. ઘટનાસ્‍થળેથી એક જ વ્‍યક્‍તિની બૉડીના ત્રણ પાર્ટ્‍સ મળ્‍યા છે તો ઘણા બધા બૉડી-પાર્ટ્‍સ અલગ-અલગ મળ્‍યા છે. આ બૉડી-પાર્ટ્‍સ કોના છે એ કહેવું મુશ્‍કેલ હોવાથી એની DNA ટેસ્‍ટ કરવામાં આવશે, એટલે ટેસ્‍ટની સંખ્‍યા વધી શકે છે.(૨૩.૩)

(11:55 AM IST)