શહેરોમાં ૧ બાળકના ઉછેર માટે વર્ષે ૧૩ લાખ રૂપિયાનો ખર્ચ?
લિન્ક્ડઇન પર મુંબઈની વ્યક્તિએ મૂકેલી પોસ્ટ વાઇરલઃ આ પોસ્ટથી શહેરી ભારતમાં બાળકોના ઉછેરના વધતા ખર્ચ પર ચર્ચા જાગી : અંકુર ઝવેરીએ લિન્ક્ડઇન પર શહેરી ભારતમાં બાળકના ઉછેરના વધતા નાણાકીય બોજ તરફ ધ્યાન દોરતી એક પોસ્ટ કરી

મુંબઈ, તા.૧૬: મુંબઈના અંકુર ઝવેરીએ લિન્ક્ડઇન પર શહેરી ભારતમાં બાળકના ઉછેરના વધતા નાણાકીય બોજ તરફ ધ્યાન દોરતી એક પોસ્ટ કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે મહાનગરોમાં બાળકનો ઉછેર કરવા માટે દર વર્ષે ૧૩ લાખ રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે. બાળકોના ઉછેર માટે થતાં નાણાંની ગણતરી કરનારા અંકુર ઝવેરીએ આ પોસ્ટમાં લખ્યું છે, ‘મને ભારતમાં બાળકોના ઉછેરનો વાસ્તવિક ખર્ચનો કયારેય ખ્યાલ નહોતો, પણ ગયા અઠવાડિયે હું મારા પિતરાઈ ભાઈને મળ્યો જે એક ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ટીચર છે, તેની સાથેની વાતચીત પરથી મેં અંદાજ લગાવ્યો કે ઇન્ટરનૅશનલ સ્કૂલની વાર્ષિક ટયુશન-ફી સાતથી ૯ લાખ રૂપિયાની વચ્ચે હોવી જોઈએ. એમાં યુનિફૉર્મ, બુક્સ, પ્રાઇવેટ ટયુશન અને અન્ય વસ્તુઓનો ખર્ચ ઉમેરવામાં આવે તો એ પણ વાર્ષિક બેથી ચાર લાખ જેટલો થાય છે. આમ શિક્ષણ સંબંધિત કુલ ખર્ચ વાર્ષિક આશરે ૧૨ લાખ રૂપિયા થાય છે. આ સિવાય વધારાની કોચિંગ અને અભ્યાસક્રમ સિવાયની બીજી -પ્રવળત્તિઓ, કપડાં, જન્મદિવસની પાર્ટી, એન્ટરટેઇનમેન્ટ ખર્ચ અને બીજા ઉમેરીને વર્ષે એક લાખ રૂપિયા થાય છે. આમ એક બાળકનો કુલ ઉછેર-ખર્ચ એક વર્ષમાં આશરે ૧૩ લાખ રૂપિયા જેટલો થાય છે.'
અંકુર ઝવેરીએ આવકની દૃષ્ટિએ આ ખર્ચનો અર્થ શું છે એ વધુ વિગતવાર સમજાવતાં લખ્યું છે કે ‘આવકના લગભગ ૩૦ ટકા બાળકના ઉછેર પાછળ ખર્ચીએ તો તમારો ચોખ્ખો પગાર વર્ષે લગભગ ૪૩થી ૪૪ લાખ રૂપિયા હોવો જોઈએ. જો પગાર પર ૨૦ ટકા ઇન્કમ ટૅક્સ ચૂકવવામાં આવે તો ચોખ્ખો પગાર આશરે પંચાવન લાખ રૂપિયા હોવો જોઈએ. એક બાળકને સારી સ્કૂલમાં મોકલવા માટે એક ભારતીયનો કુલ પગાર ૫૦થી ૬૦ લાખ રૂપિયાની રેન્જમાં હોવો જોઈએ. જો બીજું બાળક થાય તો આ રકમ નોંધપાત્ર રીતે વધે છે.' મારા આ આંકડા અંદાજિત છે એમ જણાવતાં અંકુર ઝવેરીએ કહ્યું કે જેમને બાળકો છે તેઓ કળપા કરીને મને કહો કે હું બીજું શું ચૂકી રહ્યો છું; મને ખાતરી છે કે કંઈક તો હશે.
આ પોસ્ટ સાથે અસંમત થતાં એક જણે લખ્યું કે ‘હું સારી સ્કૂલોને શૉર્ટલિસ્ટ કરી રહ્યો છું. એક લાખથી દોઢ લાખની વાર્ષિક ફીમાં પણ સારી સ્કૂલો ઉપલબ્ધ છે. તમારી પોસ્ટ હાઈ એન્ડ સ્કૂલોની ફીને ધ્યાનમાં લે છે એથી રકમ વધારે લાગે છે.'
આ મુદ્દે બીજી એક વ્યક્તિએ લખ્યું કે ‘બધી સારી સ્કૂલો વાર્ષિક ૭થી ૯ લાખ રૂપિયાની ફી લેતી નથી. આના કરતાં વધુ સારી ICSE, CBSE, IGCSE શાળાઓ છે જેમાં વાર્ષિક ફી એકથી બે લાખ રૂપિયા છે જે સૂચવે છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ હજી પણ ઓછી કિંમતે સુલભ છે.' એક જણે સામાજિક દબાણ તરફ ઇશારો કરીને લખ્યું કે ‘મને લાગે છે કે વાસ્તવિક સમસ્યા ફિયર ઑફ મિસિંગ આઉટ છે. આ ડર ઘણી વાર માતા-પિતાને વધુપડતો ખર્ચ કરવા માટે પ્રેરિત કરે છે. આ ડર ઉકેલવાની જરૂર છે. શિક્ષણનો ખર્ચ ઊંચો નથી.'
એક જણે ભવિષ્યની ચિંતા ઉમેરતાં લખ્યું કે ‘આ વર્તમાન ખર્ચ છે. કોઈ પણ પ્રોફેશનલ ડિગ્રી અથવા ભાવિ ખર્ચ વિશે શું? જો બાળકને વિદેશમાં ભણવું હોય તો ખર્ચ કેટલો થશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
