News of Monday, 16th June 2025
એસએમસીના પીઆઇ એ. વી. પટેલના માતા-પિતાની કરપીણ હત્યા કરી લૂંટ
ડીસાના જસરા (લાખણી) ગામે ખળભળાટ મચાવતી ઘટનાઃ ફળીયામાં સુતેલા વૃધ્ધ દંપતિના ચહેરા ચીરી નાંખ્યાઃ વૃધ્ધાના પગ કાપી કડલા લૂંટયા!

રાજકોટ તા. ૧૬: બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ-ઇન્સ્પેક્ટર એ. વી. પટેલ (ચોૈધરી)નાં વળદ્ધ માતા-પિતાની રાત્રે લૂંટારાઓ દ્વારા નિર્મમ હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. લૂંટારાઓ એટલા ક્રૂર હતા કે બંનેના ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યાં હતાં તેમજ વળદ્ધાએ પગમાં કડલાં પહેર્યાં હતાં. કડલાં લૂંટવા માટે પગમાંથી બહાર કાઢવાને બદલે તેમના પગ જ કાપી નાખ્યા હતા અને એ લઇ ફરાર થઇ ગયા હતા! આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.
ઘટનાની જાણવા મળેલી વિગતો અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)માં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અજમલ વી. ચૌધરી-પટેલનાં માતા હોશીબેન અને પિતા વરધાજી ચૌધરી વતન બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે રહેતાં હતાં. આ બંને રાતે ફળીયામાં ખાટલા ઢાળીને સુતા હતાં ત્યારે લૂંટારા ક્રુરતાથી ત્રાટકી હત્યા કરી લૂંટ ચલાવી ગયા હતાં. બનાસકાંઠાના એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આગથળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જસરા ગામે આવેલા સીમાડામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. આ બનાવમાં વરધાજી મોતીજી પટેલ અને તેમનાં પત્નીની હત્યા કરવામાં આવી છે. વરધાજીના પુત્ર પોલીસ-ઈન્સ્પેક્ટર છે. મર્ડરમાં પ્રાથમિક વિગત એવી મળી છે કે લૂંટારા મહિલાના પગ કાપી કડલાં કાપી લૂંટી ગયા છે તેમજ કાનની બુટ્ટીઓ પણ કાપીને લઈ ગયા છે તથા ઘરમાં તિજોરી પણ તોડેલી હાલતમાં દેખાઇ હતી.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
