<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

વડાપ્રધાન મોદીને મળ્યું સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન : નરેન્દ્રભાઈએ કહ્યું - આ સન્માન ફક્ત મારું નથી પરંતુ દેશના 140 કરોડ લોકોનું સન્માન છે.

રાજધાની નિકોસિયામાં, સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે વડા પ્રધાન મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન, ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III થી નવાજ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી સાયપ્રસની મુલાકાતે છે અને તેમની મુલાકાતના બીજા દિવસે તેમને આ યુરોપિયન દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે પીએમ મોદી સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન મેળવનારા વિશ્વના 23મા નેતા છે. આ સન્માન પર વડાપ્રધાન  મોદીએ કહ્યું કે આ સન્માન ફક્ત મારું નથી પરંતુ દેશના 140 કરોડ લોકોનું સન્માન છે.

 

રાજધાની નિકોસિયામાં, સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે વડા પ્રધાન મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન, ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III થી નવાજ્યા હતા 

   પીએમ મોદી રવિવારે તેમના 3 દેશોના પ્રવાસ પર સાયપ્રસ પહોંચ્યા હતા. આ દરમિયાન, PM મોદીએ રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ સાથે નિકોસિયામાં ઉદ્યોગપતિઓ સાથે  એક રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લીધો હતો અને વેપાર, રોકાણ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા હાકલ કરી હતી, કારણ કે આ ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવનાઓ છે.

 

પીએમ મોદી  રવિવારે સાયપ્રસની રાજધાની નિકોસિયા પહોંચ્યા હતા. તેમણે ભારત અને સાયપ્રસના વ્યાપારી નેતાઓને પણ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, સાયપ્રસ લાંબા સમયથી ભારતનો વિશ્વસનીય ભાગીદાર રહ્યો છે.

 

કાર્યક્રમને સંબોધતા પીએમ  મોદીએ કહ્યું કે, 23 વર્ષ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી સાયપ્રસની મુલાકાતે આવ્યા છે અને પહેલો કાર્યક્રમ ઉદ્યોગપતિઓ સાથે ગોળમેજી બેઠકનો હતો. આ દર્શાવે છે કે ભારત અને સાયપ્રસ વચ્ચેના સંબંધો માટે આર્થિક વિશ્વ સાથે સંકળાયેલા લોકો કેટલા મહત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે ઘણી ભારતીય કંપનીઓ તેને યુરોપના પ્રવેશદ્વાર તરીકે જુએ છે.

પીએમ   મોદી તેમની 3 દેશોની મુલાકાતના પહેલા તબક્કાના ભાગ રૂપે ગઈકાલે સાયપ્રસ પહોંચ્યા હતા. આ પછી, તેઓ કેનેડા અને ક્રોએશિયાની પણ મુલાકાત લેશે. છેલ્લા બે દાયકામાં ભારતીય વડા પ્રધાનની સાયપ્રસની આ પહેલી મુલાકાત છે.

(5:26 PM IST)