News of Tuesday, 17th June 2025
ઈન્સ્ટાગ્રામ પર યુવતીઓને ફોલો કરી વીડિયો કોલ સામે નિર્વષા થવાની માગણી કરનારો પકડાયો
કમ્પ્યુટર નિષ્ણાત યુવક ઇનકાર કરનારી યુવતીઓને નામે બનાવટી પ્રોફાઈલ તૈયાર કરી અશ્લીલ મેસેજ-તસવીરો પોસ્ટ કરતો

મુંબઇ તા.૧૭: સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર યુવતી-મહિલાઓને ફોલો કરીને તેમને વીડિયો કોલ સામે નિર્વષા થવાની માગણી કરનારા યુવકને પોલીસે કર્ણાટકથી પકડી પાડ્યો હતો. કમ્પ્યુટર નિષ્ણાત યુવક માગણીનો ઇનકાર કરનારી યુવતીના નામે બનાવટી પ્રોફાઈલ તૈયાર કરી સોશિયલ મીડિયા પર અશ્લીલ તસવીરો-મેસેજ પોસ્ટ કરતો હતો. તેના મોબાઈલ ફોનમાંથી ૧૩,૫૦૦ યુવતીના સ્ક્રીનશોટ્સ મળી આવ્યા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
દહિસર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ શુભમ કુમાર મનોજપ્રસાદ સિંહ (૨૫) તરીકે થઈ હતી. બિહારના બાગલપુર જિલ્લામાં રહેતા સિંહને કર્ણાટકના બેલ્લારી ખાતેથી તાબામાં લેવાયો હતો. આરોપીએ દિલ્હીના આઈટી સેન્ટર ખાતેથી સૉફ્ટ સ્કિલ કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામનો ડિપ્લોમાં કર્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું.
દહિસરમાં રહેતી કોલેજ સ્ટુડન્ટે ૩૧ જાન્યુઆરીએ નોંધાવેલી ફરિયાદને આધારે દહિસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે યુવતીના નામ અને તસવીરનો ઉપયોગ કરીને અજાણ્યા શખસે અમુક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બનાવ્યાં હતાં. બાદમાં આ એકાઉન્ટ્સથી યુવતી સંદર્ભે અતિશય બીભત્સ અને ઘૃણાસ્પદ મેસેજ પોસ્ટ કરવામાં આવ્યા હતા. યુવતીને બ્લૅકમેઈલ કરવાનો પ્રયાસ કરી આરોપીએ સોશિયલ મીડિયા પર તેની બદનામી કરી હતી.(૩૮.૧૪)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
