News of Tuesday, 17th June 2025
દેશમાં બેરોજગારી વધીઃ મેમાં ૫.૬%
ખેતી વિષયક કામગીરીમાં નોંધાયેલા ઘટાડાને પગલે : મે મહિનામાં પુરૂષ બેરોજગારી દર ૫.૬ ટકા, મહિલાઓનો બેરોજગારી દર ૫.૮ ટકા રહ્યો

નવી દિલ્હી તા.૧૭: દેશમાં મે મહિનામાં ખેતી વિષયક કામગીરીમાં નોંધાયેલા ઘટાડાને પગલે ભારતનો બેરોજગારી દર વધીને ૫.૬ ટકા થયો હતો. જે અગાઉ એપ્રિલમાં ૫.૧ ટકા નોંધાયો હોવાનું આંકડા મંત્રાલયે જણાવ્યું હતું. શહેરી અને ગ્રામીણ વિસ્તારોને આવરી લેતા બીજી વખત શ્રમબળના માસિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા શહેરી ક્ષેત્રો માટેના રોજગારીના ડેટા ત્રિમાસિક ધોરણે જાહેર કરાતા હતા જ્યારે શહેરી અને ગ્રામીણ બંનેને આવરી લેતા આંકડાઓ વાર્ષિક ધોરણે જ જાહેર થતા હતા.
એશિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર ગણાતા ભારતમાં જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસમાં જીડીપીમાં ૭.૪ ટકાની વળદ્ધિ નોંધાઈ હતી, એપ્રિલથી શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૫ ટકા રહેવાની અપેક્ષા છે. ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વળદ્ધિ ગત વર્ષની સમકક્ષ રહેવાનો અંદાજ છે. આંકડા મંત્રાલયે જાહેર કરેલા ડેટા મુજબ મેમાં મહિલા બેરોજગારી દર પુરૂષોની તુલનાએ આંશિક ઊંચો રહ્યો હતો. સમીક્ષા હેઠળના ગાળામાં પુરૂષોનો બેરોજગારી દર ૫.૬ ટકા હતો જ્યારે મહિલાઓનો દર ૫.૮ ટકા નોંધાયો હતો.
૧૫થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતા શહેરી યુવાનોમાં આ દર મેમાં વધીને ૧૭.૯ ટકા થયો હતો જે અગાઉ એપ્રિલમાં ૧૭.૨ ટકા હતો. ગ્રામ્ય વિસ્તારોમાં યુવા બેરોજગારી દર અગાઉ એપ્રિલના ૧૨.૩ ટકાની તુલનાએ મેમાં વધીને ૧૩.૭ ટકા નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારી ઘટાડા માટેનું મુખ્ય કારણ લોકોમાં કળષિ ઉદ્યોગને બદલે ઉત્પાદન તેમજ સેવા ક્ષેત્ર તરફ સ્થળાંતર માનવામાં આવે છે. મેમાં કળષિ ક્ષેત્રમાં કામદારોનો હિસ્સો ઘટીને ૪૩.૫ ટકા થયો હતો જે એપ્રિલમાં ૪૫.૯ ટકા હતો. વાવણી પછી કળષિ સંલગ્ન પ્રવળતિમાં ઘટાડો પણ આના માટે જવાબદાર છે.
કળષિ કામગીરીમાં નોંધાયેલા ઘટાડાને લીધે ગ્રામીમ વિસ્તારોમાં મહિલાઓ માટે રોજગારની તકને પણ પ્રતિકૂળ અસર પહોંચી હતી. પરિણામે મેમાં મહિલાઓનો શ્રમબળ ભાગીદારી દર ઘટીને ૨૭.૮ ટકા હતો જે એપ્રિલમાં ૨૮.૮ ટકા રહ્યો હતો. દેશના ઉત્પાદન ક્ષેત્રનો ગ્રોથ મેમાં ગગડીને ત્રણ મહિનાના તળિયે રહ્યો હતો.(૩૮.૧૩)
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
