News of Tuesday, 17th June 2025
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં રદ
-- એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-159, જે બોઇંગ 788ની હતી: આજની ફ્લાઇટને કાલે રિશિડ્યૂલ કરતાં યાત્રીઓ રઝળ્યા

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં એને રદ કરવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-159, જે બોઇંગ 788ની હતી અને બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લં
.
મળતી માહિતી મુજબ, ફ્લાઇટ ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં જ આ ટેક્નિકલ ખામી ધ્યાનમાં આવી હતી. સદનસીબે, સમયસર આ ખામી પકડાઈ જતાં મોટી દુર્ઘટના ટળી છે અને બધા યાત્રીઓના જીવ બચી ગયા, જોકે આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લંડન જવા નીકળેલા અનેક યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા.
આ ફ્લાઈટના પેસેન્જર પ્રતિક પંડ્યાએ જણાવ્યું કે, પબ્લિકને આવી રીતે હેરાન ન કરો. અહીં આવ્યા પછી તમે કહો છો તો પબ્લિક ક્યાં જશે? ક્યાં રહેશે? 250 લોકો શું કરશે? એરલાઈન્સ દ્વારા કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં નથી આવી રહ્યો, આજની ફ્લાઇટને કાલે રિશેડ્યુલ કરવામાં આવશે, કાલવાળી ફ્લાઈટને પરમ દિવસે રિશેડ્યુલ કરવામાં આવશે. એવું જણાવવામાં આવી રહ્યુ છે. બધા અહીં દૂર દૂરથી આવેલા પેસેન્જરોને મુશ્કેલી પડી રહી છે.
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની આ સતત બીજી ફ્લાઇટ છે, જેને રદ કરવી પડી છે. અગાઉ પણ એક ફ્લાઇટમાં ખામી સર્જાતાં એને રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા દ્વારા યાત્રીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ બનવાથી યાત્રીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે નિર્ણય લીધો છે કે હવે તેઓ ફ્લાઈટ નંબર 171નો ઉપયોગ નહિ કરે અને હવે ફ્લાઈટનો નંબર 159 અપાયો છે. આ નિર્ણય તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે, જેમાં 241 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે.
ગત રાત્રે પણ મુંબઈ એરપોર્ટ પર જ એર ઇન્ડિયાની લગભગ 4 ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી બહાર આવી હતી. અનેક પેસેન્જરોએ હોબાળો મચાવી એર ઇન્ડિયાના સ્ટાફ સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો. હજી અમદાવાદ-લંડનની ફ્લાઇટ ક્રેશ થઇને અનેક લોકો મોતને ભેટ્યા એ સમાચાર હજી ભુલાયા નથી ત્યારે ગત રાત્રે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બીજી દુર્ઘટના થતાં રહી ગઇ.
આ અંગે ફ્લાઈટના પેસેન્જર અભિલાષ ઘોડાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી કે મુંબઈથી રાત્રે 10:45 વાગ્યે અમદાવાદ માટે ઊપડતી ફ્લાઇટ નં. AI 2919 અંદાજિત 1 કલાક 25 મિનિટે ગેટ નં-42B પરથી સ્ટાર્ટ થયેલી, પરંતુ, રન-વે પર પહોંચે એ પહેલાં જ પાઇલટે યુ-ટર્ન મારી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી હોવાનું જાહેર કર્યું. પાર્કિંગમાં પરત લઇ દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને જ્યાં સુધી રિપેર ન થાય ત્યાં સુધી આ ફ્લાઇટ જશે નહીં, એવું પાઇલટ દ્વારા જાહેર કરવામાં આવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગભગ એક કલાક પછી પેસેન્જરોની ધીરજ ખૂટતાં અને રિપેર થાય તોપણ આ ફ્લાઇટમાં નહીં જઇએ એવો હોબાળો કરતાં શરૂઆતમાં કડક વલણ અપનાવી રહેલા ગ્રાઉન્ડ સ્ટાફને પેસેન્જરો સામે ઝૂકવું પડ્યું. પેસેન્જરોને બસમાં બેસાડી બેગેજ બેલ્ટના દરવાજા પાસે લઇ જઇ ઊભા કરી દેવામાં આવ્યા. એકપણ સ્ટાફ હવે શું કરવાનું છે ? એ સવાલનો જવાબ આપવા અસમર્થ હતો.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
