News of Tuesday, 17th June 2025
ઘરે બેઠા જ એક નવી એપ દ્વારા તમારા આધારને અપડેટ કરી શકશો
આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર, નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ : આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર નહીં જવું પડે અને લાઈનોમાં પણ નહીં ઊભું રહેવું પડે

નવી દિલ્હી તા.૧૭: આધાર કાર્ડ ધરાવતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આધાર કાર્ડને લઈને એક નવો નિયમ આગામી નવેમ્બર મહિનામાં લાગુ થઈ રહ્યો છે. તેનાથી દરેક આધાર કાર્ડ ધારકોને ઘણો ફાયદો થશે.
આધાર કાર્ડનો ઉપયોગ હવે દરેક પ્રકારના સરકારી અને પ્રાઈવેટ કામમાં ઓળખના પુરાવા તરીકે થઈ રહ્યો છે. કોઈ સરકારી ડોકયુમેન્ટ બનાવડાવાનું હોય, બેંકમાં ખાતું ખોલાવવાનું હોય કે પછી નવી નોકરી માટે ડોકયુમેન્ટ્સ આપવાના હોય, આધાર કાર્ડ દરેક જગ્યાએ માંગવામાં આવે છે. આ ૧૨ આંકડાનો યુનિક આઈડેન્ટિટી નંબર છે, જેનાથી વ્યક્તિની ઓળખ સુનિ?તિ થાય છે. સરકારી યોજનાઓનો લાભ લેવા, બેંકિંગ સુવિધાઓનો લાભ લેવા માટે આધાર નંબર ખૂબ જ જરૂરી છે. એવામાં આધાર કાર્ડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
આધાર કાર્ડને લઈને એક નવો નિયમ આગામી નવેમ્બર મહિનામાં લાગુ થઈ રહ્યો છે. તેનાથી દરેક આધાર કાર્ડ ધારકોને ઘણો ફાયદો થશે. CNBC આવાઝના રિપોર્ટ મુજબ, નવેમ્બર મહિનાથી તમારે તમારા આધાર કાર્ડ માં કોઈપણ પ્રકારનું અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર જવું નહીં પડે. તમે ઘરે બેઠા જ એક નવી એપ દ્વારા તમારા આધારને અપડેટ કરી શકશો.
નવો નિયમ લાગુ થયા બાદ તમે ઘરે બેઠા જ આધાર કાર્ડ અપડેટ કરી શકશો. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર નહીં જવું પડે અને લાઈનોમાં પણ નહીં ઊભું રહેવું પડે.
ખરેખર, આધાર કાર્ડ નવેમ્બર સુધીમાં તમામ ડેટાબેસ સાથે જોડાઈ જશે. ડેટાબેસ જન્મતારીખના દાખલા (Birth Certificate), ડ્રાઇવિંગ લાઇસન્સ (Passport), પાસપોર્ટ (Passport) સાથે જોડાશે.
આધાર કાર્ડમાં કોઈપણ વિગત બ્વ્ભ્ દ્વારા જ અપડેટ થશે. હાલમાં ૨,૦૦૦ મશીનો નવા ડેટાબેસ સાથે જોડાયેલી છે. ૯૮,૦૦૦ મશીનો નવેમ્બર સુધીમાં જોડાઈ જશે. આધાર કાર્ડ ધારકોએ ફક્ત બાયોમેટ્રિક્સ અથવા IRIS સ્કેન માટે જ આધાર કેન્દ્ર પર જવું પડશે. (૩૮.૭)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
