<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

બિહારમાં સીતામાતાના પ્રાકટય સ્‍થળે બનશે મા જાનકીનું ભવ્‍ય મંદિર

૧૨ એકર જમીન ફાળવવામાં આવી : મંદિરના નિર્માણ માટે : ૫૧ શક્‍તિપીઠોમાંથી જળ અને માટીનો ઉપયોગ કરવામાં આવશે

પટણા, તા.૧૭: અયોધ્‍યામાં રામ મંદિરની જેમ બિહારના સીતામઢીમાં સીતામાતાના પ્રાકટયસ્‍થળમાં મા જાનકીનું ભવ્‍ય મંદિર બનાવવામાં આવશે. આ મંદિર માટે ૧૨ એકર જમીન પણ ફાળવવામાં આવી છે. આ મંદિરના નિર્માણમાં ૫૧ શક્‍તિપીઠોમાંથી જળ અને માટી લાવવામાં આવશે અને એનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ મંદિરમાં હનુમાનજીની ૧૦૮ ફુટ ઊંચી પ્રતિમા પણ લગાવવામાં આવશે. બિહાર સરકારે રામાયણ રિસર્ચ કાઉન્‍સિલને જમીન ફાળવી છે. અયોધ્‍યામાં રામ મંદિર બનાવનારા આર્કિટેક્‍ટ આશિષ સોમપુરા આ મંદિરનું મૉડલ તૈયાર કરશે.

(11:06 AM IST)