News of Tuesday, 17th June 2025
વિજયભાઇ રૂપી પુર્ણાત્માને ઇશ્વર તમારા ચરણોમાં રાખજોઃ મૌલેશભાઇ ઉકાણી
આ દુઃખદ ઘટના હજુ મગજમાં નથી બેસતીઃ પૂર્વ મુખ્યમંત્રીને શ્રધ્ધાંજલી અર્પતા સિદસર શ્રી ઉમિયાધામના ચેરમેન

રાજકોટ, તા. ૧૭: ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીનું દુઃખદ અવસાન થતા સર્વત્ર ઘેરો શોક છવાઇ ગયો છે અને સૌ કોઇ તેમને યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી રહયા છે.
ત્યારે જામજોધપુર તાલુકાના સીદસર શ્રી ઉમિયાધામના ચેરમેન મૌલેશભાઇ ઉકાણીએ ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીને ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.
ઉદ્યોગપતિ અને દાતા મૌલેશભાઇ ઉકાણીએ જણાવ્યું હતુ કે સ્વ. વિજયભાઇ રૂપાણી મારા વડિલ અને સ્નેહી હતા. મારે અને તેમના પરિવારને ૩ દાયકાથી ઘર જેવા સંબંધો છે. સમાચાર હજુ મારા મગજમાં બેસતા નથી. તેમને શ્રધ્ધાંજલી આપવા માટે શબ્દો મળતા નથી. આ દુઃખદ ઘટના હજુ માનવામાં આવતી નથી.
મૌલેશભાઇ ઉકાણીએ વધુમાં જણાવ્યું કે, કોઇપણ જટીલ પ્રશ્ન સર્જાતા ત્યારે સ્વ. વિજયભાઇ રૂપાણી તેનો હલ કાઢી દેતા હતા.
સિદસર ઉમિયા માતાજી મંદિરે કોઇ નાનો મોટો પ્રસંગ હોય કે મારા ઘરે કોઇ નાનો-મોટો પ્રસંગ હોય વિજયભાઇ રૂપાણી અને અંજલીબેનની હાજરી અવશ્ય હોય. તેમ મૌલેશભાઇ ઉકાણીએ જણાવ્યું હતું.
સ્વ. વિજયભાઇ રૂપાણીએ પુર્ણાત્માને ઇશ્વર તેમના ચરણોમાં રાખજો તેવી પ્રાર્થના અંતમાં મૌલેશભાઇ ઉકાણીએ કરી છે
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
