હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એનજીઓ, એચએનઆઈ કરદાતાના રિટર્નની ફરજિયાત સ્ક્રૂટિની થઈ શકે
સીબીડીટીએ ફરજિયાત સ્ક્રુટિની માટેની માર્ગદર્શિકા બહાર પાડી વારંવાર અપરાધ કરનારાઓ પણ દાયરામાં આવશે

મુંબઇ તા.૧૭: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સિસ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટેના ફરજિયાત સ્કુટિનીની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેમાં એનજીઓ, ઊંચી આવકવાળી વ્યક્તિઓ અને વારંવાર આવકવેરા કાયદાનો ભંગ કરનારાઓના રિટર્નની ફરજિયાત સ્કુટિની કરાશે.
૧૩મી જૂનના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં ઊંચી આવક ધરાવતી વ્યક્તિઓ, ચેરિટેબલ સંસ્થાઓ સહિતના કરદાતાઓને આવરી લેવામાં આવી શકે છે. આવકવેરાની કલમ ૧૪૩ (૨) અંતર્ગત ૩૦ જૂન ૨૦૨૫ સુધીમાં નીચેના કિસ્સાઓમાં અનિવાર્ય રૂપે સ્ફુટિની માટે કેસ પસંદ કરવામાં આવી શકે છે. જેમાં ૧લી એ-લિ ૨૦૨૩ બાદ સર્વેક્ષણ કાર્યો (કલમ ૧૩૩એ) અંતર્ગત આવતા કરદાતાઓનો સમાવેશ થાય છે. ૧લી એપિલ ૨૦૨૩ અને ૧ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન સર્ચ અને સિઝર (કલમ ૧૩૨-૧૩૨એ) આધીન સંસ્થાઓ, બિન સરકારી સંગઠન અને સંસ્થાઓ જેમનું રજિસ્ટ્રેશન કલમ ૧૨એ અને ૧૨ બી અથવા ૧૦/૨૩સી) મુજબ ૩૧મી માર્ચ ૨૦૨૪ પહેલા રદ કરવામાં આવ્યું હોય. સીબીઆઈ, ઠંડી જેવી સંસ્થાઓ માંથી કરચોરી અંગે વિશિષ્ટ માહિતી સંબંધિત કેસોનો પણ સમાવેશ થાય છે. એનફોર્સમેન્ટ એજન્સીઓમાંથી કર છૂપાવવા અંગે મળેલી માહિતીના પગલે નાના કરદાતાઓ અથવા તો એચએનઆઈના રિટર્ન પણ ફરજિયાત સ્કુટિનીમાં આવી શકશે.
જે કરદાતાઓના કેસમાં અગાઉના વર્ષમાં જંગી આવક ઉમેરવામાં આવી હોય ! અને જેમણે અપીલ કરી ન હોય તેઓ પણ ફરીથી સ્કુટિનીમાં આવી શકે. નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં કર વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં અનુપાલન અને સટિક રિર્પોટિંગ પર અપિક ધ્યાન આપવામાં આવ્યું છે. મોટાભાગેપગારદાર કરાદાતાઓને આ માર્ગદર્શિકાના અમલમાં કોઈ અસર થશે નહિ તેમ મનાય છે. રદ કરાયેલા રજિસ્ટ્રેશન વાળા એનજીઓને પણ તેમના કરમુક્તિના દાવાના સમર્થન માટે મજબૂત દસ્તાવેજ તૈયાર કરવા પડશે.જોકે આ અંગે સત્તાવાર માહિતી જાહેર કરાયા બાદ જ ફરજિયાત સ્કુટિનીમાં કયા કરદાતાઓ આવશે તેની માહિતી બહાર આવશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
