News of Tuesday, 17th June 2025
૮૩ મૃતદેહો સુપરત, ૧૨૫ DNA મેચ થયા; સરકારી તંત્ર ખડેપગે
અમદાવાદ પ્લેન ક્રેશ

અમદાવાદ તા.૧૭: ૧૨ મી જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ મળતદેહોને તેમના સ્વજનોને સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સોમવાર મોડી સાંજ સુધીમાં કુલ ૧૨૫ DNA સેમ્પલ મેચ થયા છે, જેમાંથી ૮૩ મળતદેહો તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
મળતદેહોની સોંપણી
હાલ જે મળતદેહો સુપરત કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદના ૨૩, વડોદરાના ૧૩, આણંદના ૯, મહેસાણા અને ગાંધીનગરના ૫-૫, ખેડાના ૩, અને જૂનાગઢ, અમરેલી, મહિસાગર, રાજકોટ, ઉદયપુર, જોધપુર, બોટાદ ખાતે ૧-૧ મળતદેહનો સમાવેશ થાય છે.
સરકારી સહાય અને દસ્તાવેજોની સુવિધા
વહીવટી તંત્ર દ્વારા મળતકોના સ્વજનોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તાત્કાલિક ધોરણે વીમા કંપનીઓ અને અન્ય સરકારી કે અર્ધસરકારી કચેરીઓમાં સરળતાથી કામ થાય તે માટે, સરકાર દ્વારા મળતકોના પરિવારજનોનો સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, મળતકોના પેઢીનામા સહિતના દસ્તાવેજો પંચો અને સાક્ષીઓના આધારે આપવામાં વહીવટી તંત્ર મદદરૂપ થઈ રહ્યું છે.
સંકલન અને સુપરવિઝન માટે વિશેષ વ્યવસ્થા
મળતદેહો સોંપવાની કાર્યવાહી સરળતાથી અને સુચારુ રૂપે થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા ૨૫૦થી વધુ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો સાથે સતત સંકલનમાં છે. આ સમગ્ર કાર્યવાહીનું યોગ્ય રીતે સંચાલન થાય તે સુનિヘતિ કરવા માટે સુપરવિઝન અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
