News of Tuesday, 17th June 2025
ઉમરાહ વિઝા માટે હોટેલ બુકિંગ ફરજિયાત

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયા કિંગડમ એ જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય યાત્રાળુઓને હવે ‘નુસુક મસાર' ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તેમના રહેઠાણ કરારની પુષ્ટિ અને દસ્તાવેજીકરણ કર્યા વિના ઉમરાહ વિઝા આપવામાં આવશે નહી. ૧૦ જુન ના રોજ નવી ઉમરાહ સીઝનની શરૂઆતમાં અમલમાં આવેલ આ નિયમન, વિદેશથી આવતા તમામ યાત્રાળુઓને લાગુ પડે છે. આ જાહેરાત હજ અને ઉમરાહ મંત્રાલય દ્વારા તેના સત્તાવાર શ એકાઉન્ટ દ્વારા કરવામાં આવી હતી. નવા નિયમન હેઠળ, તમામ ઉમરાહ સેવા પ્રદાચતચાઓ-જેમા઼ કંપનીઓ, સંસ્થાઓ અને અધિકૃત વિદેશી એજન્ટોનો સમાવેશ થાય છે એ ફકત પ્રવાસન મંત્રાલય દ્વારા લાઇસન્સ પ્રાપ્ત હોટલોમાં જ રહેઠાણ બુક કરાવવું આવશ્યક છે. કોઇપણ ઉમરાહ વિઝા જારી કરતા પહેલા તમામ રહેઠાણ કરાર નુસુક મસાર પ્લેટફોર્મ દ્વારા સબમિટ અને મંજૂર કરવામાં આવશ્યક છે. આ નિતી રહેઠાણની છેતરપિંડી અટકાવવા, ઓવરબુકિંગ અટકાવવા અને રહેઠાણની ગુણવત્તા સુનિヘતિ કરવા માટે દેખરેખને મજબૂત બનાવે છે. મંત્રાલયે ઝડપી પાલનનો આગ્રહ કર્યો છે. ચેતવણી આપી છે કે પ્રક્રિયાનું પાલન ન કરવાથી વિા વિલંબ અથવા નિયમનકારી દંડ થઇ શકે છે. આ પહેલા હજ અને ઉમરાહ મંત્રાલય અને પર્યટન મંત્રાલય વચ્ચે ચાલી રહેલા સહયોગને પ્રતિબિંબિત કરે છે, જેનો હેતુ ઉમરાહ ક્ષેત્રમાં સેવા ધોરણો વધારવા અને સલામત, સરળ અને સુવ્યવસ્થિત યાત્રા અનુભવ સુનિヘતિ કરવાનો છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
