હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં આજે રાજકોટમાં પ્રાર્થના સભાનું આયોજન
સાદગી અને સૌમ્યતાના પ્રતિક સમા સ્વર્ગીય નેતાને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રૂપાણી પરિવાર દ્વારા બપોર 3 થી સાંજે 6 દરમ્યાન પ્રાર્થના સભા યોજાશે

રાજકોટ, જૂન 17, 2025: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સાદગી, સૌમ્યતા તથા સૌજન્યસભર વ્યક્તિત્વના ધની એવા સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના સ્મરણમાં આજે, મંગળવાર, 17 જૂન, 2025 ના રોજ રાજકોટ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂપાણી પરિવાર દ્વારા આ પ્રાર્થના સભાનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે બપોરના 3:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે.
વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની કારકિર્દી દરમિયાન રાજ્યના વિકાસ અને પ્રજા કલ્યાણ માટે અનેક નોંધપાત્ર કાર્યો કર્યા હતા. તેમના સૌમ્ય સ્વભાવ અને સૌજન્યપૂર્ણ વ્યવહારને કારણે તેઓ રાજકીય વર્તુળો ઉપરાંત સામાન્ય જનતામાં પણ પ્રિય હતા. તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક મોટી ખોટ પડી છે.
આ પ્રાર્થના સભામાં રાજકીય અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહીને સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ પ્રસંગે તેમના જીવનકાર્ય અને યોગદાનને યાદ કરીને તેમને ભાવાંજલિ પાઠવવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
