હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-159 ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવતા મુસાફરોનો ગુસ્સે સાતમા આસમાને : ભારે રોષ ઠાલવ્યો
ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. આવતીકાલે પણ ફ્લાઇટ રિશિડ્યુલ થશે કે નહીં તે અંગે પણ એરલાઇન્સ તરફથી કોઇ સ્પષ્ટતા આપવામાં આવી નથી જેના કારણે મુસાફરોમાં રોષ

અમદાવાદ તા.૧૭ :અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-159 મંગળવારે ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી હતી. ફ્લાઇટ અચાનક રદ થવાથી મુસાફરો ગુસ્સે છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને કોઈ કારણ આપ્યા વિના ફ્લાઇટ રદ થવાની જાણ કરવામાં આવી હતી.
અમદાવાદથી લંડન જતી AI-159 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ રદ કરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. આવતીકાલે પણ ફ્લાઇટ રિશિડ્યુલ થશે કે નહીં તે અંગે પણ એરલાઇન્સ તરફથી કોઇ સ્પષ્ટતા આપવામાં આવી નથી. જેના કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ફ્લાઈટનો નંબર 159 કરાયો
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાનો ફ્લાઇટ નંબર AI 171 ની જગ્યાએ AI 159 કરી દેવામાં આવ્યો છે. એર ઇન્ડિયા હવે ફ્લાઇટનો 171 નંબર ઉપયોગ નહીં કરે તેવો નિર્ણય લેવાતા ફ્લાઇટને 159 નંબર આપવામાં આવ્યો છે. આ નિર્ણય તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે, જેમાં 241 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે.
એક જ દિવસમાં આ ત્રીજી ઘટના છે. મંગળવારે અગાઉ, બે વધુ ફ્લાઇટ્સને અસર થઈ હતી જેને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. થોડા દિવસો પહેલા અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ ફ્લાઇટ્સ સતત પ્રભાવિત થઈ રહી છે, જેમાંથી મોટાભાગની ટેકનિકલ ખામીઓને કારણે થઈ રહી છે.
ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી
આજે સવારે 9:20 વાગ્યે, કોચીથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E 2706 ને બોમ્બની ધમકી મળી હતી, ત્યારબાદ તેને નાગપુર એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. નિર્ધારિત પ્રોટોકોલ મુજબ, તાત્કાલિક એક કટોકટી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે ધમકી ગંભીર હતી કારણ કે તેમાં ફ્લાઇટ નંબર પણ સ્પષ્ટ રીતે ઉલ્લેખિત હતો. ત્યાં સુધીમાં ફ્લાઇટ કોચીથી ઉડાન ભરી ચૂકી હતી, જેને સુરક્ષા કારણોસર નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી.
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર જ ઉતારવા પડ્યા હતા. આ ઘટના મંગળવારે સવારે બની હતી જ્યારે ફ્લાઇટ તેના નિર્ધારિત સમયે 12:45 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર ઉતરી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI180 ના ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે વિમાનનું ટેકઓફ મોડું થયું હતું. સવારે લગભગ 5:20 વાગ્યે વિમાનની અંદર એક જાહેરાત કરવામાં આવી હતી અને તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
