તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 17th June 2025
અમિતભાઇ રાજકોટમાં ૬ કલાક રોકાયાઃ વિજયભાઇની અંત્યેષ્ઠિમાં છેલ્લે સુધી હાજર રહયા

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અંતિમ સંસ્કાર માટે રાજકોટમાં ૬ કલાક જેટલું રોકાયા હતા. એક સમયના સાથી અને મિત્ર માટે તેમણે રૂપાણી પરિવાર સમક્ષ દુઃખ વ્યકત કર્યુ હતું. વિજયભાઇના પાર્થીવદેહના દર્શનથી લઇને અગિ્નસંસ્કાર સુધી તેઓ સતત રૂપાણી પરિવારને સાંત્વના આપતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિતભાઇ સાથે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી. એલ. સંતોષ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અંત્યષ્ઠિ વિધીમાં ઉપસ્થિત રહયા હતા.(૬.૧પ)
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
