News of Tuesday, 17th June 2025
‘‘વિજયભાઇ અમર રહો''...નારા સાથે ભારે હ્રદયે અંતિમ વિદાય
કેન્દ્ર-રાજયના મંત્રીઓ, ધારાસભ્યો, સંઘ સહિતના અન્ય ક્ષેત્રોના આગેવાનો તથા પ્રજાજનોએ શ્રધ્ધાંજલી પાઠવી

રાજકોટઃ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આકસ્મિક નિધન બાદ ગઇકાલે તેમની અભૂતપુર્વ અંતિમયાત્રામાં રાજકોટ સ્વયંભુ ઉમટી ગમગીન માહોલમાં આખરી સલામ-વિદાય આપી હતી. વિજયભાઇની અંતિમયાત્રામાં તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીથી રામનાથપરા સ્મશાન સુધીના રૂટ ઉપર રસ્તાની બંને તરફ લોકોએ ઉભા રહી શ્રધ્ધાંજલી અર્પી હતી. અંતિમયાત્રા અગાઉ વિજયભાઇના નિવાસસ્થાને પોલીસ અધિકારીઓના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દુઃખદ પ્રસંગે જૈન સાધ્વીજીઓ પણ રૂપાણી પરિવારને સાંત્વના આપવા પ્રકાશ સોસાયટી ખાતે આવી પહોંચ્યા હતા. ઉપરાંત બાલ્યકાળથી સંઘના સ્વયંસેવક રહેલ વિજયભાઇ રૂપી સાથી ગુમાવતા આરએસએસના આગેવાનો, પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા, રાજકોટ-૭૦ ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, તેજસ ભટ્ટી સહીતના આગેવાનોએ ભાવાંજલી પાઠવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ પણ અંત્યેષ્ઠીમાં હાજર રહી દીલશોજી વ્યકત કરી હતી. જયારે વિજયભાઇના પાર્થિવદેહને રાજકોટ લાવવામાં આવેલ ત્યારથી રાજકોટ-૬૮ ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ સતત ખડેપગે રહયા હતા. ઉપરાંત શહેર ભાજપના પુર્વ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મુકેશ દોશી, પુર્વ ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરા, મનપાના દંડક મનીષભાઇ રાડીયા, જીલ્લા ભાજપ આગેવાન ચેતનભાઇ રામાણી, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના નેતા શોકમગ્ન બન્યા હતા. વિજયભાઇના નિધનથી તેમના ચણાંક ખાતે બિરાજમાન કુળદેવીના મંદિરના મહંત રૂપાણી પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા. મ્યુ.કમિશનર તુષાર સુમેરા, ડે.કમિશનર નંદાણી પણ હાજર રહયા હતા. વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર ડો. દર્શનાબેન, પૂર્વ કોર્પોરેટર અને કચ્છ ભાજપના પ્રભારી કશ્યપભાઇ શુકલ ગમગીન બન્યા હતા. નાફેડના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટે વિજયભાઇને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ..ડો. જયંતીભાઈ ભાડેશીયા (પヘુિમ ક્ષેત્ર માનનીય સંઘ ચાલક) મહેશભાઈ જીવાણી (સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક), મુકેશભાઈ મલકાણ (સૌરાષ્ટ્ર પ્રાંત સંઘ ચાલક), હસુભાઈ દવે (ભારતીય મજદૂર સંઘ), ડો. જીતેન્દ્રભાઈ અમલાણી (રાજકોટ મહાનગર સંઘ ચાલક), નરેન્દ્રભાઈ દવે (સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ), કિશોરભાઈ મુંગલપરા (સેવા ભારતી ગુજરાત), દિનેશભાઈ પાઠક (ચેરમેન રાજકોટ નાગરીક બેંક), અશોકભાઈ ગાંધી અને નવીનભાઈ શેઠ સ્વ. વિજયભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે વિજયભાઈ સાથેના સંસ્મરણો, તેમણે કરેલા લોકહિતના કાર્યો, વિનમ્ર સ્વભાવને યાદ કર્યા હતા અને અંજલીબેન રૂપાણી તથા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અંતિમયાત્રાની તૈયારીમાં પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વોર્ડ નં. ૯ ના કોર્પોરેટર નેહલ શુકલ, ભાજપ અગ્રણી મનોહરભાઇ બાબરીયા તથા રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરા સતત સંકલનમાં વ્યસ્ત રહેલ ઉપરોકત તસ્વીરોમાં જોઇ શકાય છે. (તસવીરઃ અભિજીત બગથરીયા) (
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
