<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

તમિલનાડુના મુખ્‍યમંત્રીની માંગ : સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટમાં તમિલને સત્તાવાર ભાષા બનાવો

 

તમિલનાડુના મુખ્‍યમંત્રી એમ.કે. સ્‍ટાલિને સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટમાં તમિલ ભાષાને દલીલો માટે સત્તાવાર ભાષા તરીકે સ્‍વીકારવાની માંગ કરી છે. તેમણે જણાવ્‍યું કે આ પગલું રાજ્‍યના લોકોની ભાષાકીય અસ્‍મિતાને મજબૂત કરશે અને ન્‍યાય પ્રક્રિયામાં સ્‍થાનિક ભાષાના ઉપયોગને પ્રોત્‍સાહન આપશે. ડિજિટલ મીડિયા અનુસાર, આ માંગને રાજ્‍યના વિવિધ રાજકીય પક્ષોનું સમર્થન મળ્‍યું છે, જોકે કેન્‍દ્ર સરકારે હજુ આ અંગે કોઈ સ્‍પષ્ટ નિવેદન આપ્‍યું નથી.

(3:55 PM IST)