હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 17th June 2025
અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવીએ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી : પત્ની અંજલીબેન રૂપાણી, દીકરી અને દીકરાને સાંત્વના પાઠવી
પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, ટ્રેડ યુનિયન અધ્યક્ષ શિવલાલભાઈ બારસિયા અને રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી સહિતના ઉપસ્થિત

રાજકોટ તા.૧૭ : રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, ટ્રેડ યુનિયન અધ્યક્ષ શિવલાલભાઈ બારસિયા અને રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી રાજકોટ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી અને ત્યારબાદ તેમના પત્ની, દીકરી અને દીકરાને મળીને સાંત્વના પાઠવી હતી.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
