હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બુલીયન માર્કેટમાં સામસામા રાહ :સોનાના ભાવમાં 1,200 રૂપિયાનો ભારે ઘટાડો: ચાંદીમાં મોટો ઉછાળો
સોનાના ભાવમાં ઐતિહાસિક ટોચની સપાટીએથી કેમ આવ્યું દબાણ : જાણો શું કહે છે નિષ્ણાંતો

નવી દિલ્હી :સોનાના ભાવમાં 1,200 રૂપિયાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,00,170 રૂપિયા થઈ ગયો હતો. જો કે, ચાંદીમાં ચમક યથાવત રહી હતી બલ્કે મોટો ઉછાળો જોવાયો હતો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ 1,200 રૂપિયા ઘટીને 1,00,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. બીજીબાજુ ચાંદી 1000 રૂપિયા મોંઘી થઈ અને 1,08,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, જ્વેલર્સ અને સ્ટોકિસ્ટો દ્વારા સતત વેચાણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈને કારણે આ ઘટાડો થયો છે. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પ્રતિ 10 ગ્રામ પર 1,01,370 રૂપિયાએ બંધ થયું હતું
બીજું કે, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 1,100 રૂપિયા ઘટીને 99,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ઓછો થવાથી અને યુદ્ધવિરામની શક્યતાને કારણે સોનાની માંગમાં ઘટાડો થયો છે. આના કારણે સોનાની માંગમાં થોડો ઘટાડો થયો છે.
HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "વેપારીઓ હવે એવું માનતા થયા છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીધી લડાઈ નહીં થાય અને બંને પક્ષો શાંતિથી વાતચીત દ્વારા કોઈ રસ્તો શોધી શકે તેમ છે. આ વિચારથી બજારમાં સોના અંગેની ચિંતા ઘટી રહી છે." ટૂંકમાં, જ્યારે ભયનું વાતાવરણ ઓછું થાય છે ત્યારે લોકો સોનામાં રોકાણ કરવાનું પણ ઓછું કરે છે, જેના કારણે સોનાનો ભાવ ઘટે છે
સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં, ચાંદી મોંઘી થઈ ગઈ છે. મંગળવારે ચાંદીનો ભાવ 1000 રૂપિયા વધીને 1,08,200 રૂપિયા પ્રતિ કિલો થયો છે. સોમવારે તેનો ભાવ 1,07,100 રૂપિયા પ્રતિ કિલો હતો
મહેતા ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ કલાન્ત્રીએ જણાવ્યું હતું કે, લોકો હવે ઊંચા ભાવે નફો કમાઈ રહ્યા છે અને ચાંદી જેવી ધાતુઓમાં થોડું રોકાણ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
