<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

તહેરાનમાં ઈઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદની ડ્રોન બનાવાની ફેક્ટરી તોડી પાડી : ઈરાનનો દાવો

તહેરાન અને અલ્બોર્ઝ પ્રાંતોમાંથી ઈઝરાયલી મોસાદ ગુપ્તચર એજન્સી માટે કામ કરવાના આરોપમાં બે વ્યક્તિઓની ધરપકડ

ઈરાની સમાચાર એજન્સી IRNA અનુસાર, ઈરાની અધિકારીઓએ તહેરાનમાં ઈઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદની ડ્રોન બનાવવાની ફેક્ટરી તોડી પાડવાનો દાવો કર્યો છે

   મળતી માહિતી અનુસાર, ઈરાની અધિકારીઓએ તહેરાન અને અલ્બોર્ઝ પ્રાંતોમાં અલગ અલગ કાર્યવાહીમાં ઈઝરાયલી મોસાદ ગુપ્તચર એજન્સી માટે કામ કરવાના આરોપમાં બે વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે. ઓપરેટરો પાસેથી 200 કિલોગ્રામથી વધુ વિસ્ફોટકો, 23 ડ્રોનના ભાગો, લોન્ચર અને અન્ય તકનીકી સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.  

(9:37 PM IST)