<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ભારત-કેનેડા બગડેલા સંબંધોની ગાડી ફરી પાટે

બંને દેશોના સંબંધો ઉપર જામેલો બરફ પીગળ્‍યોઃ પીએમમોદી-કાર્નિ વચ્‍ચે બેઠક : ભારત-કેનેડાએ હાઇકમીશ્‍નરોની નિયુકતી અને રાજદ્વારીઓની સંખ્‍યા વધારવા સંમતિ દર્શાવી

 

નવી દિલ્‍હી તા.૧૮: સોમવારે બંને દેશોના વડા પ્રધાનો વચ્‍ચેની મુલાકાતમાં ભારત અને કેનેડા વચ્‍ચે દોઢ વર્ષથી વધુ સમયથી સંબંધો પર જામી ગયેલો બરફ પીગળી ગયો. આલ્‍બર્ટા (કેનેડા) માં આયોજિત G-7 સમિટમાં ખાસ મહેમાન તરીકે આમંત્રિત પીએમ મોદી અને કેનેડાના પીએમ માર્ક કાર્ની વચ્‍ચે લગભગ ૪૦ મિનિટ સુધી મુલાકાત થઈ.ભારત અને કેનેડા એકબીજાની રાજધાનીઓમાં હાઇ કમિશનરો (રાજદૂતો) ની ફરીથી નિમણૂક કરવા સંમત થયા છે. આને એક મહત્‍વપૂર્ણ રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. આ નિર્ણય એવા સમયે આવ્‍યો છે જ્‍યારે કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્‍ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્‍ચેના સંબંધો બગડ્‍યા હતા. આ નિર્ણય કેનાનાસ્‍કિસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્ની અને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી વચ્‍ચેની દ્વિપક્ષીય બેઠકમાં લેવામાં આવ્‍યો હતો.

પહેલા એ વાત પર સંમતિ થઈ હતી કે બંને દેશોની રાજધાનીઓમાં શકય તેટલી વહેલી તકે હાઇ કમિશનરોની નિમણૂક કરવામાં આવશે. આ પછી, હાઇ કમિશનમાં રાજદ્વારીઓની સંખ્‍યા વધારવામાં આવશે અને તેમના સંબંધિત હાઇ કમિશનનું કામ સામાન્‍ય કરવામાં આવશે.

આ સાથે, મુક્‍ત વેપાર કરાર (FTA) પર અટકેલી વાટાઘાટો શરૂ કરવા માટે પણ એક કરાર થયો હતો. મોદી અને કાર્ની વચ્‍ચે પરસ્‍પર સહયોગના અન્‍ય તમામ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

પીએમ મોદીની કાર્ની સાથે મુલાકાત

કાર્ની સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ કહ્યું, ‘‘કેનેડા સાથેના સંબંધો ભારત માટે ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. અમે લોકશાહી મૂલ્‍યોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરીશું. અમે માનવતા માટે કામ કરીશું. અમે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરીશું.'' કાર્નેએ કહ્યું, ‘‘અમને પીએમ મોદીનું સ્‍વાગત કરવાનો ગર્વ છે. અમે ટેકનોલોજી, એઆઈ, ઉર્જા સુરક્ષા અને આતંકવાદ વિરોધી ક્ષેત્રોમાં સહયોગમાં કામ કરીશું.''

બેઠક અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્‍યું હતું કે, ‘‘મીટિંગમાં ભારત-કેનેડા સંબંધોના મહત્‍વ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશો વચ્‍ચે ઘણી સમાનતાઓ છે. પીએમ મોદીએ ખાસ કરીને સંબંધોને સામાન્‍ય બનાવવા પર ભાર મૂકયો હતો. સ્‍વચ્‍છ ઉર્જા, ટેકનોલોજી, ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, એઆઈ, કિંમતી ધાતુઓ અને સપ્‍લાય ચેઈન જેવા મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ તેમના વરિષ્ઠ અધિકારીઓને મુલતવી રાખેલી વ્‍યાપાર વાટાઘાટો ટૂંક સમયમાં શરૂ કરવા સૂચના આપી છે.''

ભારત સામે પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્‍યા હતા

કેનેડાના ભૂતપૂર્વ પીએમ જસ્‍ટિન ટ્રુડોએ ભારત પર તેમના દેશના કેટલાક નાગરિકોની હત્‍યા કરાવવાનો આરોપ લગાવ્‍યો હતો. ખાલિસ્‍તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્‍યા બાદ આ આરોપો લગાવવામાં આવ્‍યા હતા. આ કારણે બંને દેશો વચ્‍ચેના સંબંધો બગડતા રહ્યા. ગયા વર્ષે, બંનેએ એકબીજાના હાઇ કમિશનરો અને અન્‍ય વરિષ્ઠ રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢયા હતા. મોદી હાલમાં ત્રણ દેશોના પ્રવાસ પર છે. પહેલા તેઓ સાયપ્રસ ગયા, પછી કેનેડા ગયા અને અંતિમ તબક્કામાં તેઓ મંગળવાર સાંજ સુધીમાં ક્રોએશિયા પહોંચશે. કેનેડામાં, પીએમ મોદીએ ફ્રાન્‍સના રાષ્‍ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોન અને જર્મન ચાન્‍સેલર ફ્રેડરિક મર્ક સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી, જ્‍યારે તેમણે દક્ષિણ કોરિયાના રાષ્‍ટ્રપતિ લી જે-મુંગ, ઓસ્‍ટ્રેલિયાના પીએમ એન્‍ટોની અલ્‍બેનેઝી, દક્ષિણ આફ્રિકાના રાષ્‍ટ્રપતિ સિરિલ રામાફોસા, ઇટાલીના પીએમ જ્‍યોર્જિયો મેલોની અને અન્‍ય રાષ્‍ટ્રપ્રમુખો સાથે પણ મુલાકાત કરી હતી.

યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સાથે પણ તેમની મુલાકાત અપેક્ષિત હતી પરંતુ સમય પહેલાં અમેરિકા પરત ફરવાના કારણે તે થઈ શકી નહીં. પヘમિ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્‍ચે વધતા વિવાદે બેઠકમાં પ્રભુત્‍વ મેળવ્‍યું.

G-7 સભ્‍ય દેશો અને આ બેઠકમાં ખાસ આમંત્રિત દેશોના નેતાઓના સંમેલનને સંબોધિત કરતી વખતે, મોદીએ ખાસ કરીને આતંકવાદ અને AI અને ડીપફેકના વધતા ખતરાનો મુદ્દો ઉઠાવ્‍યો. તેમણે કહ્યું, ‘‘વૈશ્વિક શાંતિ અને સમળદ્ધિ માટે, આપણી વિચારસરણી અને નીતિ સ્‍પષ્ટ હોવી જોઈએ. જો કોઈ દેશ આતંકવાદને ટેકો આપે છે, તો તેણે તેની કિંમત ચૂકવવી પડશે.''

આતંકવાદ પર બેવડા ધોરણો અપનાવવા પર જોરદાર પ્રહાર

આ સંદર્ભમાં, મોદીએ આતંકવાદ પર બેવડા ધોરણો અપનાવવા બદલ અમેરિકા અને પヘમિી દેશો પર પણ જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું, ‘‘એક તરફ, અમે અમારી પસંદ અને નાપસંદના આધારે વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદવામાં અચકાતા નથી. બીજી તરફ, અમે એવા દેશોને પુરસ્‍કાર આપીએ છીએ જે આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપે છે.'' તે સ્‍પષ્ટ છે કે તેઓ ત્‍પ્‍જ્‍ અને વિશ્વ બેંક જેવી આંતરરાષ્‍ટ્રીય એજન્‍સીઓ દ્વારા તાજેતરમાં પાકિસ્‍તાનને આપવામાં આવેલી નાણાકીય સહાય તરફ ઈશારો કરી રહ્યા છે. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ, પાકિસ્‍તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં થયેલા હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ અંતર્ગત, પાકિસ્‍તાનમાં સ્‍થિત આતંકવાદી ઠેકાણાઓ અને લશ્‍કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્‍યા હતા. (૩૮.૮)

(9:56 AM IST)