તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
બે છોકરા રામ-શ્યામે ધામધૂમથી એકબીજા સાથે લગ્ન કર્યા
પુણેમાં યોજાયા અનોખા લગ્નઃજેણે ખાલી બે લોકો જ નહીં પણ આખા સમાજને જોડવાનું કામ કર્યુ છે : આ લગ્નની સૌથી ખાસ વાત એ થઈ છે કે, તેમાં બંનેની પરંપરાઓને સારી રીતે નિભાવવામાં આવી છે

પુણે,તા.૧૮: પુણેમાં હાલમાં જ એક અનોખા લગ્ન જોવા મળ્યા. જેણે ખાલી બે લોકો જ નહીં પણ આખા સમાજને જોડવાનું કામ કર્યું છે. મિસ્ટ LGBTQ ફાઉંડેશનના સહ સંસ્થાપક શ્યામ અને રામે ત્રણ દિવસના રંગારંગ કાર્યક્રમમાં લગ્ન કર્યા અને સાબિત કરી દીધું છે કે સાચો પ્રેમ ન તો ધર્મ જુએ છે, ન લિંગ અને ન સમાજની વિચારધારાની પરવાહ કરે છે.
હિન્દુ અને ઈસાઈ પરંપરાનું
સુંદર મિલન
આ લગ્નની સૌથી ખાસ વાત એ થઈ છે કે, તેમાં બંનેની પરંપરાઓને સારી રીતે નિભાવવામાં આવી છે. પહેલા દિવસે દક્ષિણ ભારતીય રીતિ રિવાજો અનુસાર લગ્ન થયા, જ્યાં પીઠી, મહેંદી અને સંગીત જેવા કાર્યક્રમો યોજાશે. સાંજના સમયે ફરી એક વાર ઈસાઈ પરંપરામાં લગ્ન કરી પોતાના સંબંધને પાક્કો કર્યો.
ઢોલ નગારા સાથે લગ્ન કર્યા
લગ્નમાં ઢોલ નગારાથી માહોલ બનાવી દીધો હતો. મહેમાનો નાચતા ગાતા આ લગ્નને એક તહેવારમાં બદલી નાખ્યો હતો. અહીં દરેક રસમમાં સામેલ લોકોની આંખોમાં ખાલી ખુશી જ નહીં પણ ગર્વ પણ જોવા મળી રહ્યો હતો.
સમુદાયનો સાથ અને સમર્થન
આ ખાસ અવસર પર LGBTQ સમુદાયના કેટલાય સભ્યો, સામાજિક કાર્યકર્તા, દોસ્તો અને પરિવારના લોકો હાજર રહ્યા હતા. સૌને મળીને આ કપલને આશીર્વાદ આપ્યા અને પ્રેમથી આખો જશ્ન મનાવ્યો હતો. આ લગ્ન ખાલી બે લોકોના જ નહીં પણ આખા સમુદાય માટે ઉત્સવ બની ગયો હતો. જે સમાન અધિકાર અને સ્વીકળતિની વાત કરે છે.
શિકંડી ઢોલ તાશા ગ્રુપના સંસ્થાપક મનસ્વીએ આ અવસર પર કહ્યું કે, આ લગ્ન ખાલી પ્રેમ નહીં, બદલાવ છે. આ આવનારી પેઢી માટે આશા અને હિમ્મતની મિસાલ બનશે. તેમણે એવું પણ કહ્યું કે, ૨૦ વર્ષ પહેલા પુણેમાં પહેલી વાર સમલૈંગિક લગ્ન થયા હતા અને હવે શ્યામ અને રામના લગ્ને આ સફરનો નવો અધ્યાય છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
